________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
ક
અનુભવ છે. એક વ્યક્તિ આપધાત કરવા જઈ રહી હતી અને એણે એને સમજાવી. એકાદ કલાક એની સાથે વાત કરી, એણે ત્રણેક વાર કેવિન સાથે હસ્તધૂનન કર્યું અને છેલ્લે હાથ મિલાવી બોથા, કેવિન ! મને માફ કરજે, પણ મારે મરવું પડશે'' અને આટલું બોલીને એણે આ બ્રીજની નીચે કૂદકો માર્યો. મોટા ભાગના આપધાત કરનારા લોકોમાં એવું વલણ હોય છે કે તેઓ એ ક્ષણે બીજ વ્યક્તિને સહેજે દુઃખ પહોંચાડવા માગતા નથી. તેઓ પોતાનામાં જ પોતાની વેદનાને સમેટીને જીવનનો અંત આણવા ચાહે છે.
આપઘાત કરનારી વ્યક્તિ સાથે કેવું વલણ અજમાવવું જોઈએ ? કેટલાક લોકો એની પાસે આવીને એને સમજાવતા હોય છે કે, “તું આવું પગલું ભરીશ તો તારા કુંટુબની કઈ દશા થશે? તારા મિત્રોને કેવું લાગશે? જે લોકો તને ચાહે છે તેમને કેટલો ઊંડો આઘાત પહોંચશે? તું આવું કરીશ તો લોકો શું કહેશે, એની તને ખબર છે?" હકીકત એ છે કે આવી રીતે આપધાત ઇચ્છુકને સલાહ આપવાને બદલે પહેલાં એમને સાંભળવા જોઈએ. એ બોલતો હોય ત્યારે કોઈ દલીલ કરવી જોઈએ નહીં, એની સામે કોઈ આરોપ કરવા જોઈએ નહીં અથવા તો ‘તું આવું કરીશ તો બીજાઓને શું થશે’ એની વાત કરવી જોઈએ નહીં. પહેલાં તો એની વાતો સાંભળતા રહેવી જોઈએ અને પછી જ્યારે ‘ટર્નિંગ પૉઇન્ટ' આવતો લાગે ત્યારે વાતનો દોર હાથમાં લેવો જોઈએ.
એને અટકાવવાને બદલે એમ કહેવું જોઈએ કે, ‘આવા પ્રસંગોએ અને આવા સંજાગોમાં તારી જેમ બીજાઓએ પણ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ એમણે એ પરિસ્થિતિનો એ પછી પડકાર ઝીલીને આવો ઉકેલ શોધ્યો હતો. કદાચ અન્યની જીવનની આવી સત્યઘટના સાંભળી આત્મહત્યા કરવા ઇચ્છનારી વ્યક્તિ જીવનની સકારાત્મકની બીજી બાજુ વિશે વિચારવા લાગે છે. એની લાચારી કે મુશ્કેલીઓ જોઈને એને એવી પણ વ્યક્તિઓની વાત કરવી જોઈએ કે જેમણે આવી લાચારીઓ કે મુશ્કેલીઓથી અકળાઈને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ એ ક્ષણિક વિચારને એમણે વિચારને એમણે બાજુએ હટાવીને એમણે પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો અને ઘણી મોટી સિદ્ધિ મેળવી. આવાં દેશ-વિદેશમાં મળતાં ઉદાહરણોનું પુસ્તક પ્રગટ કરવું જોઈએ.
* ૧૫