________________
શા
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો
દેખાયો, ન ગુલાબજાંબુ નજરે પડ્યા, ફરસાણ સાવ વિસરી ગયો. માત્ર ચટણી જ દેખાઇ. કોણ જાણે કેમ, આપણે જીવનમાં નકારાત્મક બાબતો એટલી બધી વાગોળતા ગયા કે આપણો અભિગમ જ નકારાત્મક બની ગયો છે.
અધ્યાત્મથી એનામાં એક પ્રકારની સૂઝ અને સમજ જાગે છે. એ વિચારી શકે છે કે પરીક્ષાનું કોઈ પણ પરિણામ એ આખરી હોતું નથી, સમર્થ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ અને ગીતકાર ગુલઝાર જેવાએ પણ પરીક્ષામાં નિષ્ફળતા મેળવી છે, તો જગતમાં શ્રીનિવાસ રામાનુજમ, થોમસ આલ્વા એડિસન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વિન્સ્ટન ચર્ચિલ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા કેટલાક લોકોએ પાર કરી છે. આથી આપઘાત કરીને વ્યક્તિ પોતાના આવતી કાલના સફળ અને યશસ્વી જીવનનું ગળું ટૂંપી દે છે. આ બધા માટે આવશ્યક છે આત્માની ઓળખ, અધ્યાત્મની દૃષ્ટિ અને આત્મબળનો પ્રાદુર્ભાવ. વાત છે નવી, પ્રક્રિયા છે જુદી, પણ પ્રયાસ કરવા જેવી તો ખરી જ.
(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. કુમારપાળ દેસાઈનાં ૧૦૦ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે તેઓના દેશ-વિદેશમાં સફળ પ્રવચનો યોજાય છે. ગુજરાત સમાચારા વરિષ્ઠ કટારલેખક, ગુજરાત વિશ્વકોશ અને જેન વિશ્વકોશના સંપાદક છે).
-
૨૬
-