________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
જેન કથાઓની પ્રેરણા દ્વારા સાંપ્રત સમસ્યાઓનું સમાધાન
|િ ડૉ. કાંતિભાઈ બી. શાહ
જૈન કથાનુયોગ અને એની વ્યાપકતા :
આગમકથિત કોઈ પણ તત્ત્વને – પદાર્થને જાણવાના દૃષ્ટિકોણને આપણે “અનુયોગ’ શબ્દથી ઓળખીએ છીએ. પ્રભુજીની જે વાણી પર્ષદામાં કહેવાઈ એને ગણધરોએ સૂત્રબોદ્ધ કરી. એ સઘન સૂત્રોને અનુસરીને જે અર્થબોધ – મર્મબોધ ગીતાર્થો દ્વારા આપણને પ્રાપ્ત થયો તે અનુયોગ.
અનુયોગ ચાર પ્રકારના છે. ૧) ચરણકરણાનુયોગ, ૨) દ્રવ્યાનુયોગ, ૩)ગણિતાનુયોગ અને ૪) ધર્મકથાનુયોગ. સમય જતાં આ વર્ગીકરણને અનુસરીને આપણા આગમોમાં કોઈ એક અનુયોગની પ્રધાનતા સ્થાપિત કરવામાં આવી. જેમ કે ‘આચારાંગ’માં ચરણકરણાનુયોગ, ‘સ્થાનાંગમાં દ્રવ્યાનુયોગ, “સૂર્યપ્રજ્ઞપ્તિ' અને ચંદ્રપ્રજ્ઞપ્તિ’માં ગણિતાનુયોગ અને છઠ્ઠા “જ્ઞાતાધર્મકથાગ’માં ધર્મકથાનુયોગની મુખ્યતા સ્થાપિત થઈ. દષ્ટાંતરૂપે મળતી ધર્મકથાઓ દ્વારા પ્રાપ્ત થતો અર્થબોધ તે ધર્મકથાનુયોગ.
“જ્ઞાનાધર્મકથાગ'ના પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનોમાં મેઘકુમાર, તેતલિસુત, દ્રૌપદી, ૧૯મા સ્ત્રીતીર્થકર મલ્લિનાથની, ચાર વણિક પુત્રવધૂઓની કથાઓ તેમ જ કાચબો, મોરનાં ઈંડાં, સૂંબડાની કથાઓ જેવી લઘુ દૃષ્ટાંતકથાઓ મળે છે આ છઠ્ઠા ‘જ્ઞાતાધર્મકથાંગ’ ઉપરાંત અન્ય આગમોમાં પણ નાની-મોટી ધર્મકથાઓ-ચરિત્રકથાનકો
* ૨૭ --