________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી બઠા છીએ. આપણા ધર્મગ્રંથોએ બહુ સરસ વાત કરી કે, વસ્તુમાં કદી સુખ નથી. આપણે વસ્તુમાં જ સુખ માનીને બેઠા અને પરિણામે સાચા સુખથી વંચિત રહ્યા.
એન્ડ્રુ કાર્નેગી માટે કહેવાય છે કે, દુનિયાનો કરોડપતિ માણસ. મૃત્યુ પહેલાં ત્રણ દિવસે એને વિચાર આવ્યો કે, આ મારી સેક્રેટરી મારા ચેક લખતી વખતે કેવું વિચારતી હશે! એનો પગાર ભલે ત્રણ હજાર ડૉલર હોય પણ ચેક લખે છે ત્રણ લાખ ને ત્રીસ લાખ કે એક કરોડ ડૉલરનો! કાર્નેગીએ એને પૂછયું કે, ‘તારો પગાર ત્રણ હજાર ડૉલર છે, પણ તું આટલા મોટા મોટા ચેક લખે છે ત્યારે તારા મનમાં તું જરૂર ભગવાનને પ્રાર્થના કરતી હોઈશ કે આવતો ભવ બસ કર્નેગી જેવો જ આપજે, ખરું ને?'
સેક્રેટરીએ ના પાડતાં કહ્યું કે, હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે, આવતા ભવે ગમે તે ભવ આપજે, પણ તમારા જેવો ભવ ન આપે !” કાર્નેગીએ કહ્યું, ‘કેમ, આવું કેમ કહે છે?' સેક્રેટરીએ કહ્યું કે, “તમે ન તો ધરાઈને ખાઈ શકો છો, ન તો સુઈ શકો છો, ન તો શાંતિથી બેસી શકો છો, ન તો ચિત્તની શાંતિ છે તમારી પાસે. આ અકળામણ, આ દોડધામ, આ વેદના, આ વ્યથા, આ લોલુપતા, આ લાલસા, આ લિસા આ બધું કેટકેટલું તમારા ચિત્તમાં અને વ્યવહારમાં ચાલ્યા કરે છે! એટલે હું તો ભગવાનને કહું છું કે, હે પ્રભુ! આ એક કરોડ ડૉલર ન જોઈએ. આપણે તોત્રણ હજારવાળી નોકરી જ બરબર છે. આપવું હોય તો એ જ આપજે.'
આજે માણસ સાધનસંપન્ન થયો, પણ એણે સાધનાસંપન્ન થવાની જરૂર છે, કારણ કે જીવનનનો આનંદ ભીતરમાંથી પ્રગટતો હોય છે. આનંદ કંઈ બહારથી વેચાતી, ઊછીની ખરીદી શકાય તેવી વસ્તુ નથી. આપણું જીવન અલ્પવિરામ છે, એમાં અધ્યાત્મ ભળે ત્યારે જ પૂર્ણવિરામ થાય. જીવનનું સાચું પૂર્ણવિરામ ત્યારે જ આવે કે જ્યારે વ્યક્તિ સ્વયમાં આધ્યાત્મિકતાનો અનુભવ કરે. એનું પહેલું સોપાન છે વર્તમાન પ્રત્યે જાગરણ. આપણે વર્તમાન, ફરિયાદોના બોજ સાથે જીવીએ છીએ. સત્કાર-સમારંભમાંથી બહાર નીકળતા કે સ્મશાનમાં સમય વીતાવતા માનવીની વાત સાંભળજો. અનેક વાનગીઓ આરોગ્યા પછી સત્કાર-સમારંભમાંથી બહાર નીકળતી વખતે ચટણી ખાટી હોવાની ફરિયાદ સાંભળવા મળે. આ માણસને ન દૂધપાક
* ૨૫ –