________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
પહેલો પાઠ એ છે કે ફૂટબોલ રમો. યોગી અરવિંદે કહ્યું છે કે, મનુષ્ય પોતે પોતાની જાતને શોધીને જ જગતને બચાવી શકશે. પણ આ જાતને જોઇને જીતવાની સૃષ્ટિ કેળવવી પડે. વનમાં આવતાં સુખ અને દુઃખ એ લોલક સમાન છે. સુખ આવતાં એ જમણી બાજુ છેડે પહોંચી જશે અને દુઃખ આવતાં એ ડાબી બાજુના છેડે પહોંચી જશે. એ વચ્ચે રહેશે નહીં અને તેથી એના જીવનમાં સુખ અને દુઃખ, આનંદ અને એ વેદના, ભય અને વિષાદ એ બધા એના પર પોતાની છાપ પાડતાં હોય છે, પરંતુ જો આ ધૂમતા લોલકને સ્થિર રાખે એટલે કે જાગૃતિ કેળવે તો એ જીવનના આ બધા ઝંઝાવાતોને જોઈ શકે છે અને એનાથી એ સહેજે હતપ્રત થતો નથી.
-
વ્યક્તિ ભિતર બણી જાય છે, ત્યારે એક મોટું પરિવર્તન સધાય છે. આજે વિજ્ઞાન અને ટૅક્નોલૉજી પ્રગતિની હરણફાળ ભરી રહ્યાં છે. તમે માનવહૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરી શકશો, પણ એ હૃદયમાં કોઈ યંત્રથી તમે પ્રેમ અને કરુણાની ભાવના નહીં મૂકી શકો. એ તો તમારે તમારા જીવનમાંથી જ પેદા કરવાની છે. તમે કોઈ રસ્તામાં રખડતો-ફરતો મુફલિસ માણસ, જેને રોડપતિ કહો છો એ રોડપતિને કરોડપતિ બનાવી શકશો, પણ એનામાં શીલ અને સૌજન્યની સુવાસ નહીં મૂકી શકો અને એટલે જ વર્તમાન વિશ્વને સૌથી મોટી આવશ્યકતા અધ્યાત્મની છે.
જ
આપણે દુર્ભાગ્યે અધ્યાત્મને કાઈ ઘરડા માણસની ચીજ માની છે. માણસ વૃદ્ધ થાય, કશું કામ રહે નહીં અને ત્યારે એણે આ અધ્યાત્મનો વિચાર કરવો જાઈએ એમ વિચારીએ છીએ. વાસ્તવિકતા એ છે કે ઘણા મહાન આધ્યાત્મિક પુરુષો - એ સ્વામી વિવેકાનંદ હોય, આદિ શંકારાચાર્ય હોય કે શ્રીમદ્ રાજચંદ્ર હોય એમનામાં આધ્યાત્મિકતાનો પ્રાદુર્ભાવ ઘણી નાની વયે થયો હતો અને તેઓ આધ્યાત્મિકતાની પરમકોટિ સુધી પહોંચ્યા હતા.
માણસે જોયું કે સાધનસંપન્ન થવાથી સુખ નથી મળતું. તમારી પાસે સાઈકલ હોય એટલે સાઇકલ જોવાને બદલે આપણી નજર જાય છે કે ઓહો, પેલો સ્કૂટર પર ફરે છે, આપણે પાસે સ્કૂટર હોય તો મજા આવી જાય. સ્કૂટર હોય તેને થાય કે ઓહ ! માત્ર સ્કૂટર છે, બહુ મજા નથી. ગાડી જોઈએ. ગાડી હોય તો એમ થાય કે ગાડી તો છે, પણ નવા મૉડલવાળી ગાડી જોઈએ ને આપણી તો સાવ ખખડધજ થઈ ગઈ છે, જેમાં બેઠા છીએ એની મજા આવતી નથી. જીવનનો આનંદ ખોઈ * ૨૪