________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
આવે સમયે હેન્રી ડબલ્યુ લોંગફેલોના એ શબ્દો યાદ કરીએ કે, ‘જીવન સત્ય છે, મહત્ત્વપૂર્ણ છે અને કબર તેનું લક્ષ્ય નથી.’
અથવા તો હિંદીના પ્રસિદ્ધ કવિ જયશંકર પ્રસાદ કરે છે,
'जीवन धारा सुन्दर प्रवाह
સાત, સતત, પ્રાણ સુવર્ અથાહ
આ રીતે તે વ્યક્તિમાં આત્મષ્ટિ કેળવાય તો આત્મહત્યા કરવાના ઘણાં કારણોથી એ નિવારણ મેળવી શકે છે. એક ત્રીજી વાત છે આત્મબળની. જૈનદર્શનમાં કહ્યું છે કે, તું જ તારો ભાગ્યવિધાતા છે. તારાં કર્મો જ તારા જીવનને ઘડે કે બગાડે છે. વળી એમાં માનવશક્તિનો મહિમા છે. સંગમ જેવો દેવ પણ ભગવાન મહાવીરને નમે છે. એનો અર્થ એ કે દેવ કરતાં પણ માનવ મોટો છે, જો એ માનવતા આચરે તો. વ્યક્તિમાં આવું આત્મબળ હોયતો એ સંજોગોની સામે લડશે, વિપત્તિઓ સામે ઝઝૂમશે, આફ્તોની સામે કેસરિયાં કરશે, પરંતુ એ પરિસ્થિતિની આગળ ઝૂકી નહીં જાય. આનો અર્થ એ થયો કે એ પોતે જ પોતાના જીવનનો ભાગ્યવિધાતા હોવાથી પોતાના જીવનને-સંજોગોને ઘડનારું એક મહત્ત્વનું પરિબળ માનશે. પરિણામે ક્યારેક આવતી હતાશા, નિરાશા, વેદના કે વ્યથાને શરણે જવાને બદલે એનો સામનો કરશે.
આ રીતે આત્માની ઓળખ મળે, અધ્યાત્મની દૃષ્ટિ પ્રાપ્ત થાય અને ભીતરમાં પોતીકું આત્મબળ જાગે તો આત્મહત્યાનું નિવારણ થઈ શકે.
તાજેતરનો સર્વે કહે છે કે આત્માઘાતની ઘટનાઓ સૌથી વધુ ૧૫થી ૧. ૯ વર્ષ વચ્ચેના યુવાનોમાં જોવા મળે છે. એમાં પણ પરીક્ષાના પ્રશ્નપત્રમાં બરાબર ઉત્તરો અપાયા નથી. એમ લાગતા યુવાન આત્મહત્યાના માર્ગે વળે છે. પરીક્ષાનું પરિણામ ધાર્યું હોય તેટલું સારું નહીં આવે, તેમ માનીને યુવાનો આત્મહત્યા કરતા હોય છે અને એવા કિસ્સાઓમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આત્મહત્યા કરનાર યુવાનનું પરિણામ ઘણું સારું આવતું હોય છે. પરંતુ કેટલાક લોકો ઇન્ટરવલમાં જ પિક્ચર છોડીને જતા રહે છે. હકીકમાં એ પછી જ પિક્ચરની ખરી મજા અને રોમાંચ આવતાં હોય છે. એવી રીતે આ યુવકો જીવનના ઇન્ટરવલમાં જ આત્મહત્યાનો
* ૨૨