________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
એ પીડાથી પોતાની જાતને અલિપ્ત રાખીને આત્મામાં, આનંદમાં ડૂબેલા હોય છે.
જૈનદર્શન કહે છે કે, મારો આત્મા જ સુખ-દુઃખનો કર્તા તેમ જ તેને ઉત્પન્ન કરનાર છે અને તે જ સુખ અને દુઃખનો વિકર્તા એટલે કે તેનો ક્ષય કરનાર છે. સદાચારમાં પ્રવૃત્ત આત્મા મિત્ર છે અને આથી જ આત્મસ્વરૂપને વ્યક્તિ જુએ ત્યારે કેવો અનુભવ થાય છે.
જે દૃશ્ય તે હું સ્વરૂપ નથી, અદશ્ય સ્વરૂપ હારું, સ્વબુદ્ધિ છોડી આ સહુમાં, નિજ ચેતન શરણ ગ્રહું.
જૈન દર્શનની દૃષ્ટિએ આત્મા અનંત શક્તિનો કુંભ છે અને તેથી એ અનંત શક્તિની પ્રાપ્તિને કારણે વ્યક્તિએ બાહ્ય પરિસ્થિતિની વિપરિતતાને છોડીને ભીતરની પરિસ્થિતિની પ્રસન્નતાનો આનંદ મેળવવો જોઈએ. આજે વર્તમાન યુગમાં પણ આપણે જોઈએ છીએ કે અઢળક વૈભવ, સમૃદ્ધિ અને સઘળા ભૌતિક સુખોને ત્યજીને ઉત્તમ જીવો સંયમનો (દીક્ષાનો) માર્ગ સ્વીકારે છે. કદાચ આરંભમાં થોડોક દુઃખરૂપ લાગતા સંયમ પરિણામે શાશ્વત સુખને આપનાર છે તેવું શ્રદ્ધાનું બળ તેમની પાસે છે અને તેથી જ સંયમમાં સુખનો અનુભવ થાય છે.
હવે તમે વિચાર કરો કે વ્યકિત પોતાના વ્યવહારિક જીવનથી વ્યથિત થઈને આત્મહત્યાના માર્ગે જતી હોય, પ્રણયની નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરતી હોય, આર્થિક મુશ્કેલીઓ કે પછી રોગની જીવલેણ પીડાને કારણે આ માર્ગે જતી હોય ત્યારે જો એ એની આ પરિસ્થિતિની ક્ષણિકતા અને ચંચળતા જુએ તો એને ખ્યાલ આવે કે મારે ખરી ચિંતા તો મારા આત્માની કરવાની છે. આત્માને લાગેલાં કર્મોનો નાશ કરવાની છે અને એ રીતે આવું આત્મહત્યાનું પગલું લેતાં અટકી પણ શકે છે.
જૈનદર્શનનો એક બીજા વિચાર અહીં કારગત નીવડે તેમ છે. સૂત્રતાંગ નામના આગમમાં કહ્યું છે,
‘તમે આ જીવનને સમજો ! કેમ સમજતા નથી ? મૃત્યુ પછી પરલોકમાં સંબોધિ મેળવવી અશક્ય છે. જેમ વીતી ગયેલી રાત ફરી પાછી આવતી નથી. એવી રીતે મનુષ્યનું વીતી ગયેલું જીવન ફરીથી હાથ લાગતું નથી.’
૨૧