________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ
મનુષ્યની વસ્તી સંખ્યાતા એટલે કે એની સંખ્યા ગણી શકાય એવી છે. દેવતા અને નારકીના જીવો અસંખ્યાતા છે અને તિર્યંચ (પશુ-પક્ષી) ગતિના જીવો અનંત છે જો મનુષ્યગતિના જીવો પોતાનું આયુષ્ય બરાબર વાપરે નહીં એટલે કે સારા કર્મો કરે નહીં, તો એ તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, દેવગતિ અને નરકગતિમાં પણ ઉત્પન્ન થાય છે, જ્યારે સામે પક્ષે એક મનુષ્યગતિ જ એવી છે કે જે મોક્ષગતિ આપી શકે છે. ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી મોક્ષગતિ પામતા નથી, ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરી શકે છે.
મનુષ્યભવની દુર્લભતા બતાવતા કહેવાયું છે કે, આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચળ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. જીવનું પરમલક્ષ્ય એ સંસાર પરિભ્રમણમાંથી મુક્તિ છે અર્થાત મોક્ષપ્રાપ્તિ છે. કેવળજ્ઞાન વગર મોક્ષ નથી અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે.
આમ મોક્ષ એ અંતિમ પ્રાપ્તિની વાત હોવાથી એ સૌથી મહત્ત્વનું ગણાય, પરમ સાધ્ય ગણાય, સર્વોચ્ચ સ્થિતિ ગણાય અને આ મોક્ષ માત્ર મનુષ્યભવમાં જ પામી શકાય છે. મનુષ્યભવ વિના મોક્ષ શક્ય નથી. વળી મનુષ્યજન્મ પણ અત્યંત દુર્લભ છે. વ્યક્તિ ધીરે ધીરે પોતાનાં કર્મનો ક્ષય કરતા કરતા સિદ્ધિને પ્રાપ્ત કરીને લાંબા સમય બાદ મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. આથી ધર્મગ્રંથોમાં મનુષ્યજન્મની દૂર્લભતાના અનેક દૃષ્ટાંત મળે છે. દેવલોકના દેવો પણ આ મનુષ્યજન્મની ખેવના રાખતા હોય છે. - હવે જો એવા મનુષ્ય જન્મને જે આવી રીતે ગુમાવી દે છે તે કેવો? “સિજૂર પ્રકરણ” ગ્રંથમાં આવી અજ્ઞાની માનવીની સરળ અને સચોટ સરખામણી કરી છે.
“જે માણસ પ્રમાદને વશ થઈને દુપ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી બેસે છે, તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે. અમૃતથી પગ ધોઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે અને કાગડાને ઉડાવવા માટે ચિંતામણિ રત્ન ફેંકી રહ્યો છે.”
આ રીતે આ જીવનનો મહિમા છે અને એથીય વધુ આ જીવનને આત્મહત્યાને માર્ગે વાળનાર વ્યક્તિ એના વર્તમાન જીવનને – એના બાલમરણને કારણે પછીના