________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
આધુનિક વિશ્વના પ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ. કાર્લ જંગનું સ્મરણ થાય છે. પોતાના પુસ્તક 'Moden man in search of a soul.'માં લખે છેઃ છેલ્લાં ત્રીસ વર્ષમાં વિશ્વના બધા સભ્ય દેશોના નાગરિકોએ મારી પાસે એમનો ઉપચાર કરાવ્યો છે, મેં પણ કેટલાયને સલાહ-સૂચનો કર્યાં છે. મારા સઘળા દર્દીઓમાં પાંત્રીસ વર્ષથી મોટી વયના એટલે કે જિંદગીના બીજા તબક્કામાં હતા. તેમાંથી એકેય દર્દી એવો નહોતો કે જેની સમસ્યા અંતતઃ જીવન પ્રતિ આધ્યાત્મિક દૃષ્ટિકોણ અપનાવવાની જતી રહી ન હોય. હું એમ કહું તો એ અનુચિત નહીં કહેવાય કે એમાંનો દરેક દર્દી એટલા માટે માનસિક રોગની બીમારીનો શિકાર બન્યો કે એને જીવન પ્રતિ આધ્યાત્મિક દૃષ્ટિકોણ અપનાવવાની વાત ભૂલાવી દીધી હતી. એ દર્દીઓમાંથી જે એમના જીવનમાં આધ્યાત્મિકતાને વણી ન શક્યા, તે મારી શ્રેષ્ઠ સારવાર છતાં સ્વસ્થ થઈ ન શક્યા.’’
'जीवन धारा सुन्दर प्रवाह
સાત, સતત, પ્રજા સુષુદ્ર અથાહ’
આપણું જીવન એ તો વિશ્વની સંપત્તિ છે.'' - જયશંકર પ્રસાદ
આપણા દેશનો અધ્યાત્મ તો વિશ્વને માટે પ્રેરક ને માર્ગદર્શક છે, ત્યારે આપઘાતના આ ઉપાયોમાં એક ઉપાયરૂપે અધ્યાત્મિકવૃત્તિનો વિચાર કરવો જોઈએ. આવી આધ્યાત્મિકવૃત્તિ વિષાદની તીવ્રતા, જીવનની એકલતા, ક્રોધની પ્રબળતા અને આઘાતની પરિસ્થિતિમાં માનવીને સાક્ષીભાવથી કે સ્થિતપ્રજ્ઞતાથી જીવતા શીખવે છે. એ અધ્યાત્મનાં બીજ બાલ્યાવસ્થામાં રોપાય, તો આપણને આદિ શંકરાચાર્ય, કલિકાલસર્વજ્ઞ, હેમચંદ્રાચાર્ય કે મહાત્મા ગાંધી મળી શકે.
જૈન ધર્મના સંદર્ભમાં આ સમસ્યાના નિવારણ વિશે વિચારીએ, જૈનદર્શને મનુષ્યજન્મની દુર્લભતા બતાવી છે અને સાથોસાથ એ અમૂલ્ય છે એમ વારંવાર કહ્યું છે, જીવનમાં જે ચાર વસ્તુઓ અત્યંત દુર્લભ છે, તેમાં સૌપ્રથમ તો મનુષ્યજન્મ છે એ પછી આવે છે શાસ્ત્રશ્રવણ, ધર્મશ્રદ્ધા અને આત્મબળ.
આવા મનુષ્યજન્મમાં વ્યક્તિથી ભુલ, દોષ કે પાપ થઈ જાય તેવી શક્યતાઓ હોય છે. એ સંદર્ભમાં જૈન આગમ શ્રી દશવૈકાલિક સૂત્ર (૮/૩૧) કહે છે કે ‘જાણતાં કે અજાણતાં કોઈ અધમ કાર્ય થઈ જાય તો પોતાના આત્માને તરત એમાંથી
* ૧૭