________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી હટાવી લેવો અને ત્યાર પછી બીજી વાર એવું કાર્ય ન કરવું. - આ આત્મહત્યા વ્યક્તિ કઈ રીતે કરતી હોય છે અથવા તો પોતાના જીલનનો અંત અણધાર્યો કેવી રીતે આવતો હોય છે એ વિશે જૈન ધર્મમાં બાળમરણના બાર ભેદ દર્શાવવામાં આવ્યા છે. અને ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નામના આગમ ગ્રંથમાં તે દર્શાવ્યાં છે. તેમાં કઈ કઈ રીતે આવા મૃત્યુ થતાં હોય છે એનું સૂક્ષ્મ અવલોકન મળે છે.
બાર પ્રકારના બાળમરણ આ પ્રમાણે છે. (૧) વલય મરણ - ગળું મરડીને મરવું (૨) વશાર્ત મરણ - તરફડતા તરફડતા મરવું. વિષયોને વશ થઈને, રિબાઈને મરવું (૩) અન્તઃશલ્યમરણ - શરીરમાં કોઈ તીક્ષ્ણ શસ્ત્ર ઘુસાડીને મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈ મરવું (૪) તદ્ભવમરણ - મરીને તે જ ભવમાં જન્મ લેવા માટે મરવું (૫) ગિરિપતન - પર્વત પરથી પડીને મરવું (૬) તરુપતન - ઝાડ પરથી પડીને મરણ (૭) જલપ્રવેશ - પાણીમાં ડૂબીને મરવું (૮) જ્વલન પ્રવેશ - અગ્નિમાં બળીને મરવું (૯) વિષભક્ષણ (૧૦) શસ્ત્રાવપાટન - શસ્ત્રઘાતથી મરવું (૧૧) વૈઠાનસન મરણ - ગળામાં ફાંસો ખાઈને અથવા વૃક્ષ આદિ પર લટકીને મરવું (૧૨) વૃદ્ધ પૃષ્ટમરણ - ગીધ આદિ પક્ષીઓને શરીરવયોનું માંસ ખવડાવીને મરવું.
મરણના ત્રણ પ્રકાર છે, બાલમરણ, પંડિત મરણ અને સમાધિમરણ. આ બાલમરણ વિશે ધર્મગ્રંથો કહે છે કે, આવી રીતે મરણ પામનાર વ્યક્તિને અનંતવાર નારકભવો પ્રાપ્ત કરવા પડે છે અને અનંત, તિર્યંચ (પશુપક્ષી), મનુષ્ય અને દેવભવોને પણ પ્રાપ્ત કરતો રહે છે. એનો અર્થ એવો કે સંસારરૂપી વનમાં એ વારંવાર પરિભ્રમણ કરતો રહે છે. એનું ભવભ્રમણ વધી જાય છે અર્થાત્ આત્મઘાતથી આ જીવનનો અંત આણી શકાય છે, પરંતુ આવી રીતે મૃત્યુ પામતી વ્યક્તિને અનંતભવો લેવા પડતા હોવાથી એના સંસારનો અંત આવતો નથી, પરંતુ હકીકતમાં તો એ પોતાના સંસારને વધારે છે.
બીજી વાત એ છે કે જૈનદર્શને મનુષ્યભવની દુર્લભતાની વાત અનેક દૃષ્ટાંતો દ્વારા પ્રગટ કરી છે. જીવની ચાર ગતિ છે. મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી. આ ચારેય ગતિની પરિસ્થિતિને ગણિતની સંજ્ઞાથી દર્શાવવામાં આવી છે. જેમ કે