________________
શા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો ભવમાં આ જ પરિસ્થિતિને પામે છે.
જે પરિસ્થિતિમાં આ ભવમાં સામનો કર્યો અને તેમાં હિંમત હારીને આત્મઘાત કર્યો તો એનું પરિણામ એ આવે છે કે આવતા ભવે પણ એ જ પરિસ્થિતિ એની સામે પડકારરૂપ બનીને ઊભી રહે છે. પ્રણયની નિષ્ફળતા હોય, વ્યવસાયની વિફળતા હોય કે કારમી ગરીબી કે બેકારી હોય, તો જે અનુભવથી એ જીવાતા જીવનમાં ભાગી છૂટ્યો એ જ પરિસ્થિતિ ફરી એના જીવનમાં સર્જાવાની છે.
આથી વ્યકિતએ આત્મહત્યા કરતાં પૂર્વે વિચારવું જોઈએ કે ફરી એ જ ભવમાં જન્મવાનું કમનસીબ એણે મેળવવું છે? વળી જુદા જુદા ભવો પસાર કર્યા બાદ જીવ મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે તેથી તે અતિ મૂલ્યવાન છે. માનવીની ભીતરમાં એનો આત્મા વસે છે. એના દેહ અને એના મનની પાર એનો આત્મા વસે છે. જૈન ધર્મમાં ભગવાન દેશના (ઉપદેશ) આપતા હોય, ત્યારે દેવો સમવસરણની રચના કરતા હોય છે. આ સમવયસરણમાં ત્રણ ગઢ હોય છે. ધર્મગ્રંથો કહે છે કે પહેલો ગઢ રૂપાનો રચીને ઉપર સોનાના કાંગરા બનાવે છે. બીજો ગઢ સુવર્ણનો બનાવીને એના પર રત્નના કાંગરા રચે છે અને ત્રીજો ગઢ વિવિધ રત્નોથી જડિત હોય છે અને એના કાંગરા મણિના બનાવે છે. આ ત્રણેય ગઢ પછી તીર્થકર બિરાજમાન થયેલા હોય છે. આ રીતે જોઈએ તો વ્યક્તિ પહેલાં દેહ, પછી મન અને ત્યારબાદ આત્માના ગઢને પાર કરે, પછી જ પરમાત્માના દર્શન પામી શકે. દેહની પીડા અને મનની વ્યથાને પાર જાય પછી જ એ પોતાના આત્માને પામે છે, જાણે છે ને અનુભવે છે.
આ આત્મા શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી અને જ્ઞાતાદૃષ્ટાપણે રહેવાના સ્વભાવવાળો છે. દેહ અને આત્માના જુદાપણાનો - ભેદનો – આમાં અનુભવ હોય છે. અર્થાત દેહની પીડા આત્માને સહેજે સ્પર્શતી નથી. સાધક સતત વિચારે છે કે હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. આ રીતે જે આત્માને જાણે છે તે દેહ અને મનની પીડાને અળગી રાખી શકે છે. આપણે એવાં ઘણાં દૃષ્ટાંતો જોયાં છે કે જ્યારે સંતો પર આપત્તિનો વરસાદ વરસતો હોય તેમ છતાં તેમની દષ્ટિ આત્મા પર હોવાથી પ્રતિકૂળતા એમની અનુકૂળતા બની જાય છે. એવી પણ ઘટનાઓ જાણીએ છીએ કે જ્યારે કોઈને દેહની અસહ્ય પીડા થતી હોય તેમ છતાં