________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
હો
એના ઘરમાં એની પાસે ત્રણ-ચાર ટેલિફોન પડ્યા હોય છે. અખબારો અને ટેલિવિઝન પર વિનામૂલ્ય એનો ફોન નંબર દર્શાવતા હોય છે. એ સ્ત્રી પર કોઈ યુવાનનો ફોન આવે તો એ સ્ત્રી પહેલાં તો એને કહે છે કે, તારા જેવી જ સ્થિતિ મારી થઈ હતી અથવા હાલ એમાંથી પસાર થઈ રહી છું. થોડી લાંબી વાત કરીને વ્યક્તિની એ ક્ષણને શાંત પાડે. પછી ધીરે ધીરે એની સાથે વાતચીત દ્વારા લાગણીનો તંતુ જોડે છે અને અંતે એને સાંજે ડીનર પર આવવાનું આમંત્રણ આપે. એને ગમતી વાનગી પૂછે અને એ વાનગી પોતે જાતે બનાવે.
હકીકત એ છે કે આપઘાત ક્ષણનો સવાલ હોવાથી એ ક્ષણ નીકળી ગયા પછી આપઘાત-ઉત્સુક વ્યક્તિનો આવેગ ઓછો થઈ જતો હોય છે. એ વ્યક્તિ સાંજે ડિનર પર જાય, ત્યારે એની સમસ્યા લઈને જતો હોય છે અને હવે એનું મન પણ સામેની વ્યક્તિની સલાહ અને સંવેદનાને સ્વીકારવા તૈયાર હોય છે. આ રીતે આ મહિલાએ અનેક લોકોને આપઘાતના માર્ગેથી પાછા વાળ્યા છે.
આપણે ત્યાં પણ છેલ્લા કેટલાક સમયથી આવાં વ્યવસાયિક અને બિનવ્યવસાયિક સંગઠનો કાર્ય કરી રહ્યાં છે. તેઓ આવી વ્યક્તિને હંફ, સૂચન, સલાહ કે સારવાર આપવાની વ્યવસ્થા કરવાનું કામ કરે છે. આવી જ રીતે કેટલાંક સ્થળો માટે એમ કહી શકાય કે આત્મહત્યા કરનારને વધુ પસંદ હોય છે. એક સમયે અમદાવાદના કાંકરિયા તળાવમાં આવી ઘણી ઘટનાઓ બનતી હતી. હવે રીવરફ્રન્ટ પર પણ આવી ઘટનાઓ બને છે. આવાં સ્થળોએ તકેદારીનાં પગલાં લઈ શકાય. મનોવિચ્છિન્નતા, સન્નિપાત, ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો ભોગ બન્યા હોય, તેઓના આપઘાતની વાત જુદી છે, પણ જાણીજોઈને આપઘાત કરનારાઓની માનસિકતા અલગ હોય છે.
૧૯૩૭માં અમેરિકામાં ગોલ્ડન ગેટ બ્રિજ ખુલ્લો મુકાયો, ત્યારે આ બ્રીજના બાંધકામના મુખ્ય ઇજનેર જોસફ સ્ટ્રોએ એમ કહ્યું હતું કે, આ બ્રીજ એ પૂર્ણપણે ‘સ્યુસાઈડ-પ્રૂફ' છે અને એના પરથી આત્મઘાત કરવો એ શક્ય નથી અને પ્રેક્ટિકલ પણ નથી, પરંતુ હકીકત એ છે કે આજ સુધીમાં આ બ્રીજ પરથી સોળસો લોકોએ કૂદકો મારીને આપઘાત કર્યો છે.
આ સંદર્ભમાં કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલના અધિકારી કેવિન બ્રીગ્સને વિશાળ