________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
આત્મહત્યા સામે અધ્યાત્મશક્તિ
|િ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
કુમારપાળ દેસાઈ
જીવનમાં ઊંચા આદર્શો, આકાશને આંબીને મેળવવાની સિદ્ધિઓ વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો તથા ધર્મની ઉચ્ચ ભાવનાઓનું મહિમાગાન એક બાજુ હોય છે અને બીજી બાજુ આદર્શોને નામે પોકળતા, સિદ્ધિને બદલે વારંવારની નિષ્ફળતા, સંસ્કારોને ગૂંગળાવી નાખે એવી પરિસ્થિતિ અને ધર્મના ઉત્તમ ઉપદેશવચનો સાથે જીવનનો કોઈ મેળ બેસે નહીં એવી સ્થિતિ અનુભવતો આજનો યુવાન છે. આમાંથી સર્જાય છે ચિત્ત પર છવાઈ જતો ઘોર વિષાદ અને આકરી હતાશા અને એને પરિણામે ઘટના બને છે આત્મહત્યાની. સમાજમાં જ્યારે જ્યારે આવી કોઈ આત્મહત્યાની ઘટના બને છે ત્યારે સ્વજનો ભાંગી પડે છે, પરિચિતો અશ્રુ સારે છે, ચોતરફ સન્નાટો છવાઈ જાય છે, પરંતુ સમય જતાં સમાજનો એ સન્નાટો સનસનાટીભરી કૂથલીમાં પલટાઈ જાય છે. એના પરિચિતો એ દુઃખદ સ્મરણ તરીકે આપઘાતની ઘટનાને પોતાની સ્મૃતિમાં જાળવે છે અને સ્વજનોનાં દિલમાં લાગેલાં આઘાતમાંથી જીવનભર આંસુ પટકતાં રહે છે.
આપણે ઉપસ્થિતિને વશ થઈએ છીએ, પણ સમસ્યાના ઉકેલ માટે સજ્જ થતા નથી. કોઈ અણધારી અકાળ દુઃખદ ઘટના સર્જાય ત્યારે સમાજ થોડો વખત સ્તબ્ધ થઈ જાય છે, પણ એ સ્તબ્ધતા બીજાં સામાજિક કાર્યો આવતાં મનમાંથી