________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
વિદાય લઈ લે છે. આને કારણે બને છે એવું કે આપણા પ્રશ્નો એમ ને એમ રહે છે અને બીમારીમાં કોઈ સુધારો થયો નથી. આથી જ આજે આપઘાતની વાતને છેક વાસ્તવ જીવનથી માંડીને ઊર્ધ્વજગત અને ધાર્મિક સિદ્ધાંતો સુધી જોડવી છે. આપણે જાણીએ છીએ કે આપઘાત એ એક તીવ્ર, આવેગભરી ક્ષણની ઘટના છે, ઘોર નિરાશા, સતત પીડાદાયી માનસિક અસંતુલન, સ્નેહભર્યા સંબંધોમાં પડેલી પ્રેમભંગની મોટી તિરાડ કે પછી જીવનની કોઈ મજબૂરીને કારણે વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાતી હોય છે. ક્યારેક એ આર્થિક ભીડથી ગૂંગળાઈને આપઘાત કરે છે, તો ક્યારેક પોતાની કે “ખાનદાનની સામાજિક પ્રતિષ્ઠા બચાવવા માટે આપઘાત કરે છે.
સમાજમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે ચોતરફ એક પ્રકારની અરેરાટી, અજંપો અને આઘાત જોવા મળે છે. આપઘાત કરવાનાં કારણોની માફક એના ઘણા પ્રકારો છે. કોઈ વાહન નીચે પડતું મૂકે, કોઈ સર્જક અર્નેસ્ટ હેમિંગ્વની માફક પોતાની જ બંદૂકની ગોળી પોતાના માથા પર મૂકીને ફોડે, કોઈ ઝેર પીએ કે કોઈ ઊંડા પાણીમાં ઝંપલાવે. વળી એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે અને જો એમાં સફળતા સાંપડે નહીં તો ક્યારેક ફરીવાર કરે તેવું બનતું હોય છે.
સામાન્ય માન્યતા એવી છે કે યુવતીઓ કે સ્ત્રીઓમાં, યુવાનો કે પુરુષોના પ્રમાણમાં આપઘાતની ઘટનાઓ વધારે બનતી હોય છે, પરંતુ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં આપઘાતની ઘટનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સામાન્ય રીતે આપઘાત કરનારી વ્યકિત એકલવાયું જીવન જીવતી હોય છે. વૃદ્ધાવસ્થાના રોગોથી ખૂબ સંતાપ પામેલી હોય છે. કૌટુંબિક કલહને કારણે પરેશાન હોય અથવા તો એણે છૂટાછેડા લીધેલા હોય એવું બનતું હોય છે, પરંતુ આપણા દેશમાં નોંધપાત્ર બાબત એ છે કે આવી વ્યક્તિઓ કરતાં પરિણીત અને સંતાન ધરાવતી વ્યક્તિઓ વધુ પ્રમાણમાં આપઘાત કરે છે.
શા માટે વ્યક્તિ આપઘાત તરફ દોરવાઈ જતી હશે? એને પ્રભાવિત કરનારાં આર્થિક, માનસિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો હોય છે. શેરબજારમાં મંદી આવતાં ઘણા યુવાનોએ બેહાલ બનીને આપઘાત કર્યાની ઘટનાઓ આપણી