________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક
કેન્દ્ર બની જશે.
જૈન કથાનુયોગમાં ભગવાન મહાવીર અને ચંદનબાળાનો પ્રસંગ, ભગવાન મહાવીર અને રાજા શ્રેણિકની રાણીઓ અંગેનો પ્રસંગ નારી ગૌરવને ઉજાગર કરે છે અને સમગ્ર માનવજાતને સ્ત્રી સન્માનની પ્રેરણા આપે છે.
અંતે એટલું જ લખવાનું થાય કે
જે સંસારના સર્જનનું કારણ છે,
જે સંસારના પોષણનો આધાર છે, જે સંસારને સ્વચ્છ રાખે છે,
જે બાળકમાનસને ધર્મનું દાન આપ છે,
જે વિશ્વને તીર્થંકરોનું વરદાન આપે છે,
જે માનવજાતને વાત્સલ્યનો પરિચય કરાવે છે,
તેવી નારીના શોષણથી સમાજનો વિધ્વંસ નિશ્ચિત્ત છે.
નારી છે તો લક્ષ્મી છે.
નારી છે તો અન્નપૂર્ણા છે,
નારી છે તો સરસ્વતી છે,
તે છે તો માની ગોદ છે,
તે છે તો પતિનો સહારો છે,
તે છે તો દીકરી વ્હાલનો દરિયો છે.
તે નથી તો આખું વિશ્વ અગ્નિનો ભડભડતો ગોળો છે. એવી નારીનું સ્વાભિમાન, તેની ખુશી, તેનું સામર્થ્ય, તેનું સન્માન તે દેશની આમન્યા છે. ચાલો ... પાતાની આમન્યાને સાચવીએ ! નારીને સાચવીએ ને સન્માનીએ ...
(જૈન દર્શનનાં અભ્યાસુ પૂજ્ય સુતિર્ષિકા મહાસતીજી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારનાં વિદુષી પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીનાં વિદ્વાન શિષ્યરત્ના છે).
८