________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
પહેલી વિચારધારા પર ઊંડાણથી વિચાર કર્યા બાદ હવે એક બીજ અંતિમ પરંતુ મહત્ત્વપૂર્ણ ધારણા પર વિચાર કરવો જરૂરી છે. તે માન્યતા આ મુજબ છે. “ટૂંકા અને નાના વસ્ત્રો જવાબદાર છે''
આ માન્યતાને સાચી કે ખોટી માનતા પહેલાં એક પ્રશ્નનો જવાબ નિખાલસપણે મેળવવો જરૂરી છે કે શું મનુષ્ય પોતાની નબળાઈને જવાબદાર ન માની બીજા પર દોષારોપણ તો નથી કરી રહ્યો ને ?
સમાજનો એક બહુ જ નાનો વર્ગ એવું માને છે કે પુરુષોએ પોતાની દૃષ્ટિ સંયમિત રાખવી જોઈએ ત્યારે તે જ સમાજનો મોટા ભાગનો વર્ગ એવું માને છે કે સ્ત્રીઓએ વસ્ત્ર પરિધાનમાં મર્યાદા જાળવવી જોઈએ. પુરુષો અને સ્ત્રીઓના આ સંઘર્ષ પાછળ સ્ત્રીઓનાં વસ્ત્ર પરિધાન પણ જવાબદાર છે તે વાત સત્ય છે. આજકાલ 'Feminiam'ના આધારે એક એવી વાત સ્ત્રીઓ વચ્ચે પ્રસિદ્ધ થઈ છે ‘આપણે શું પહેરવું તે અમારો પોતાનો વિષય છે. અમારે શું પહેરવું કે શું ન પહેરવું? ક્યાં પહરેવું અને ક્યાં ન પહેરવું? તે અમારે માટે બીજું કોઈ કેમ નક્કી કરે?” આ વિષય પર થોડા ઠંડા થઈને વિચાર કરીએ તો સમજાશે કે આ કોઈ દબાણનો વિષય નથી પણ common senseનો વિષય છે.
જેમ રસ્તે ચાલતા કોઈ દીવાલ પરના ચિત્રણને જોઈ વ્યક્તિ તે અનુસાર ભાવો કરે છે, શહીદના કફન પર રડતી તેની માનું ચિત્રણ હોય તો હૃદય પણ કરુણ તથા રાષ્ટ્રપ્રેમના ભાવોથી ભરાય, કોઈ પર્યાવરણની સુરક્ષાનું ચિત્ર હોય તો એમ થાય કે મનુષ્ય કેટલો સ્વાર્થી થયો છે. દીવાળીની રાત્રિએ ઘરોમાં પ્રકાશ અને સજાવટી ચિત્ર હોય તો મન સકારાત્મક ભાવોથી ભરાય જાય, મન ખુશ થઈ જાય. કહેવાનું એટલું જ છે કે જો અગર માત્ર દીવાલ ઉપરનાં ચિત્રો આપણા મનોભાવ પર આટલી અસર પાડતું હોય તો શરીર પર ધારણ કરાતાં વસ્ત્રોની જોનાર પર શું અસર નહીં થતી હોય? અહીં સ્ત્રીઓએ શું પહેરવું અને શું ન પહેરવું તેનો નિર્ણય નથી કરવો પરંતુ એટલો જ વિવેક કેળવવો છે કે આપણાં વસ્ત્રો તે સ્થાનને અનુકૂળ હોવાં જોઈએ. ઘરમાં પહેરાતાં કપડાં ઑફિસે પહેરાતાં નથી. બીજી વાત, જે લોકોને એવું લાગતું હોય કે નાના કપડાં પહેરીને આવેલ સ્ત્રીને જોતાં પુરુષોના મનમાં વાસના તો ઊભી થાય જ અને તેનું પરિણામ સ્ત્રીઓએ ભોગવવું જ પડે. તે લોકોને એક જ
૬