Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ દાણા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા છે તો બસ આટલું વાંચીને સ્ત્રીને કીચડ સમાન માની લીધી. પ્રભુએ સાચા અર્થમાં સ્ત્રીને કીચડ નહીં પરંતુ સ્ત્રી પ્રત્યેની આસક્તિને કીચડ કહ્યું છે, સ્ત્રી પ્રત્યેની કુદષ્ટિને કીચડ કહ્યું છે. વળી આગળ ફરમાવ્યું છે કે તેમાં ન ફસાઈને તે આત્મદષ્ટા બનીને રહે. વરે મત્તમ વેદ - સ્પષ્ટ સંકેત અહીં મળે છે કે જ્યારે જ્યારે સ્ત્રીસમાગમનો અવસર આવે છે ત્યારે પુરુષે તેની આસક્તિ વાસનામાં ન ફસાઈને પોતાને સંયમિત રાખવો જોઈએ. તેમાં કોઈ પણ બાંધછોડની ગુંજાઈશ નથી, પરંતુ સમાજની આ બલિહારી છે કે વ્યક્તિ પોતાની લંપટ દૃષ્ટિને તુચ્છ જાણવાને બદલે સ્ત્રીને તુચ્છ જાણીને તેનું શોષણ કરે છે. નાની નાની વાતોમાં પણ સ્ત્રીઓ પ્રત્યે અભાવ જોઈ શકાય માટે જ તો ઘરે-ઘરે સ્ત્રીઓનું સન્માન પુરુષો કરતાં ઓછું છે. દાદીની વાત કરતાં દાદાની વાતનું વજન વધારે છે. મમ્મીના ક્રોધ કરતાં પપ્પાનો ક્રોધ વધારે અસરકારક છે. દીકરીની સ્વતંત્રતા કરતાં દીકરાની સ્વતંત્રતા વધારે છે, એટલું જ નહીં આપણા સમાજની માનસિકતા દુર્ભાગ્યવશ એ થઈ છે કે “મારી પત્ની એ કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક વસ્તુ છે. મને જરૂર પડે ત્યારે જેમ ફાવે તેમ તેનો ઉપયોગ હું કરી શકું છું.” માટે જ તો ભારતની ૩૧% કરતાં પણ વધુ વિવાહિત સ્ત્રીઓનું શોષણ તેના જ પોતાના પતિ દ્વારા થયું છે. આ મનઃસ્થિતિની પાછળ સૂક્ષ્મ રીતે પડેલો સ્ત્રીઓ પ્રત્યે અનાદરનો ભાવ હોય છે અને આ અનાદર ઉભવે છેશાસ્ત્રોના પરમ તારક કથનોના ઊંધા અર્થઘટનથી ઉપરોક્ત સંદર્ભમાં એક હજુ સ્પષ્ટીકરણ મહત્ત્વનું છે. આ ગાથામાં પ્રભુએ બીજું પાસું પણ ખોલ્યું છે જે વાચકોએ સમજવાનું રહે છે. તે એમ છે કે જેમ પુરુષો માટે સ્ત્રીઓ પ્રત્યેની વાસના કીચડ છે, તુચ્છ છે તેમ જ સ્ત્રીઓ માટે પુરુષો પ્રત્યેની વાસના એટલી જ તુચ્છ છે. માટે અરસપરસ બંને વિજાતીય પક્ષોએ પોતાના માટે આ સમજવાનું રહે છે. આ વિષયમાં એટલું જ કહેવાનું છે કે – સ્ત્રીને કીચડ સમજશું તો અભાવ જાગશે પરંતુ સ્ત્રી પ્રત્યેની આસક્તિને કીચડ સમજશું તો મોક્ષ થશે. સ્ત્રીને નરકનું દ્વાર સમજશું તોતે તુચ્છ લાગશે પરંતુ જો તેની પ્રત્યેની વાસનાને નરકનું દ્વાર માનશું તો તેના પ્રત્યેના શોષણથી દૂર રહી શકીશું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 170