Book Title: Samprat Samasyanu Dharmma Samadhan Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 8
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી નોંધાયેલ અને ન નોંધાયેલ ઘટનાઓ છે જે માત્ર માણસમાં વધતી જતી, ભયંકર જાનવરી વૃત્તિનું દર્શન કરાવે છે. સમસ્યા ગંભીર છે... વર્ષોજૂની છે... તેના મૂળિયાં મજબૂત થયાં છે, વળી બીજી બાજુ કાનૂન અપંગ છે... મનુષ્ય નબળો છે.. વાસનાઓનું જોર છે... અહંકાર ભરપુર છે અને અજ્ઞાનનો અંધકાર છે! માર્ગ? “ભારત એક પુરુષપ્રધાન દેશ છે”. આ માન્યતા આજના કાળે એટલી વાસ્તવિક નથી લાગતી જેટલી આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં લાગતી હતી. સમય બદલાયો છે, સામર્થ્ય વધ્યું છે, માન્યતાઓમાં બદલાવ આવ્યો છે. સ્ત્રી એટલે કે “ઘર સાચવતી પગાર વગરની નોકરાણી'. આ રૂઢિ માન્યતાએ આજની સ્ત્રીના સ્વાભિમાન પર પ્રશ્ન કર્યો, જેથી આજે સ્ત્રી પુરુષ સમાન થઈ છે. વિજ્ઞાન હોય કે વ્યવસાય, ખેલ હોય કે કલા, રાજકારણ હોય કે ભારતીય સેના, શિક્ષણ હોય કે ગૃહસેવા, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી આજે સ્ત્રી પહોંચી છે. દરેક ક્ષેત્રે એણે પુરુષોની સમાનતા કરતાં તેના સામર્થ્યનો પરિચય સમાજને આપી દીધો છે, પરંતુ આ બધું કરવામાં તેણે પોતાની “સુરક્ષા”ને દાવ પર મૂકી હોય છે. તેનું રક્ષણ તે જોખમમાં મૂકે ત્યારે તો તે પગભર થઈ શકે છે. તેનું હૃદય તથ્ય ભયભીત હોય કે “મોડું ઘરે જવામાં વાંધો તો નહીં ને?' આવા પ્રકારના પ્રશ્ન દ્વારા સતત તે મૂંઝાતી હોય છતાંય જવાબદારી, કંઈક કરવાની ધગશ અને સમય, પરિસ્થિતિને માન આપતા આ સર્વ પ્રશ્નો ઉપર પથ્થર મૂકી પોતાની સુરક્ષા જતી કરે. આજે, સ્ત્રીઓ માટે દુનિયાભરમાં સૌથી વધારે અસુરક્ષિત તથા ખતરનાક દેશોમાં ભારતનું અવ્વલ સ્થાન આવતું હોય, તો તે વિચારણીય બની જાય છે કે જે દેશની સંસ્કૃતિ નારીશક્તિની પૂજા કરતી હોય તે દેશ આજે નારીઓ માટે જ આટલો અસુરક્ષિત શી રીતે? આ પરિણામનું કારણ શું? શું મીડિયા જવાબદાર છે? શું આજનું અશ્લીલ અને બીભત્સ સાહિત્ય? કે શું ધર્મસંસ્થાઓ જવાબદાર છે? શું પુરુષો જવાબદાર છે કે સ્ત્રીઓનો વાંક છે? વળી તેનો ઉપાય શું? વિચારધારા બદલીએ, થોડા મોટા થઈએ તે જ ઉપાય આજનો યુવા વર્ગ વિચારતો થયો છે, આજની પેઢી પ્રશ્ન કરતી થઈ છે. હવે તે સમય નથી જેમાં કાંઈક કહી દેવામાં આવે અને સામેવાળા વિચાર કે પ્રશ્નPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170