Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન હો ધર્મ સંસ્થાનકો પાસે અનેક રહસ્યમય યુક્તિઓનો ખજાનો છે, પરંતુ તેનો પ્રચાર સમય પ્રમાણે ઉચિત રીતે થતો નથી. માટે અમુક સમસ્યાઓનું નિરાકરણ પણ ઘટી શકતું નથી. ખેર ! ભારત આજે અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. તેમાંથી એક સમસ્યા હૃદયમાં કંપારી ઉઠાવી દે તેવી છે. તે સમસ્યા છે “ભારતમાં નારીઓ સાથે થતું શોષણ તથા હિંસક વહેવાર'. આ સમસ્યા માત્ર નબળી ન્યાયપ્રણાલિ હોવાથી નહીં પરંતુ સાથે સાથે સ્થગિત થઈ ગયેલા માનસની પ્રગતિના કારણે પણ છે. દુનિયા વધતી જાય છે, વિજ્ઞાન પ્રગતિ કરતું ગયું છે. તનિકી તાજી થતી જાય છે પરંતુ એક માણસ નાનો થતો જાય છે. બધે જ પ્રગતિ છે પણ માણસની મનઃસ્થિતિ નબળી થતી જાય છે. આ સમસ્યા કેટલી ગંભીર છે તે જરા આપણે ટૂંકમાં જોઈએ. (૧) Thomson Rutern Foundation દ્વારા થયેલા એક સર્વે પ્રમાણે સ્ત્રીઓ માટે દુનિયામાં સૌથી અસુરક્ષિત અને ખતરનાક ૧૦ દેશોમાંથી ભારતનું પહેલું સ્થાન છે. (૨) FHS (National Family Health Survey) પ્રમાણે ભારતની દર ત્રણમાંથી એક (પંદર વર્ષ ઉપર) સ્ત્રી શારીરિક, માનસિક શોષણની શિકાર થાય છે. (૩) ૩૧% ઉપરની વિવાહિત સ્ત્રીઓ સાથે પોતાના જ પતિ દ્વારા શારીરિક અથવા માનસિક શોષણ થયેલ છે. (૪) દિલ્હી રેપ કેસ ૨૦૧૨ : ૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં એક ૨૩ વર્ષની યુવતી પર છ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના માત્ર ભારત માટે જ નહીં પણ પૂરા વિશ્વ માટે શરમજનક હિંસાત્મક ઘટના હતી. હુમલાને લીધે યુવતીના પેટ, આંતરડા અને જનનાંગોને ગંભીર ઈજા થઈ હતી. ૨૯ ડિસેમ્બર-૨૦૧૨ સવારના ૪.૪૫ વાગે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલીઝાબેથ હૉસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. (૫) National Crime records bureau (NCRB) ૨૦૧૩ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૨માં ભારતભરમાં ૨૪૯૨૩ રેપ કેસ દાખલ થયા જેમાંથી ૨૪૪૭૦ (૯૮%) રેપ જાણીતી વ્યક્તિ દ્વારા કરેલ હતા. આ સિવાય દેશમાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170