________________
૧૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચનો રત્નો-૧ આહાહા... હા ! એવો આત્મા... કેટલો-કેવડો છે અને ઈ કેવડો આત્મા? એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં. છેલ્લો નહીં, એનું પરિણમન કરે અને તે જ સમયે જ્ઞાન કરે! એત્વપૂર્વક બેની ક્રિયા કરે ! કાળભેદ નહીં.
આહી.. હા ! (પ્રશ્ન) ભઈ ! જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને? અને જ્ઞાનપણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે?
(ઉત્તર) કે હા. જ્ઞાન પોતે પરિણમે પણ છે, પરિણમનનું તો જ્ઞાનનું આવી ગયું ને..! બધાં ગુણો પરિણમે છે તો આ જ્ઞાન પણ પરિણમે એમ આવી ગયું. અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે !! જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે! તેથી એકત્વપૂર્વક કરે છે એમ કીધું ને..!
આહા.. હા! આવી વાત છે બાપા. ઝીણી! સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. આહા..! ગણધરો ! સંતો, કેવળીના નિકટવાસીઓ ! નજીકમાં રહીને સાંભળેલા. અને અનુભવેલા ! આહા. હા ! એનું કહેલું ‘આ’ શાસ્ત્ર છે. તેથી એ “પ્રમાણભૂત” છે.
આહા.. હાં.. હા! સમજાણું કાંઈ....?
આહા.! “એક જ વખતે પરિણમે પણ છે પરિણમે એમાં જ્ઞાનપણ ભેગું પરિણમે, ઈ આવી ચું ને.. આહાહા..! એક જ સમયે જ્ઞાન પરિણમે છે ને અનંતગુણો પરિણમે છે. પણ એક જ સમયે જ્ઞાન પરિણમતું જ્ઞાનને જાણે છે અને બધાને જાણે છે ? આહ.. હા !
એક જ સમયે પરિણમે અને જાણે ! અને એકત્વપૂર્વક જાણે પણ છે પણ બધાને હો?!
જે સમયે પરિણમન થાય છે પોતાનું ને બધા ગુણોનું, તે જ સમયે તેને જાણે છે. આહાહા..! હજી તો.. આત્મા કહેવો કોને..? ખબરું ન મળે ને... એને ધરમ થઈ જાય ને! આહા..! રખડપટ્ટી કરી-કરીને મરી ગયો ચોરાશીના અવતારમાં! એવાં તો અનંતવાર અવતાર કર્યા શાસ્ત્રો પણ જાણ્યાંવાંચ્યાં! પણ આ ભાવ... આ રીતે છે એ અંદર પરિણમ્યો નહીં. એમ કીધું આંહી.
આંહી “પરિણમન કીધું ને..! આહા.. હા! “એકત્વપૂર્વક એક જ સમયમાં પોતાનું જ્ઞાનનું ને અનંતગુણનું પરિણમન એક સમયમાં, તે જ સમયે તે બધાનું જ્ઞાન પણ તે સમયે કરે. આહા.. હા ! પરિણમવું ને જ્ઞાન કરવું એક જ સમયમાં છે. પરિણમે છે ને પછી જાણે છે એમ નથી. આહાહા. હા! સમજાણું કાંઈ...?
આવી વાત છે! જૈન ધર્મ!! આ જૈન ધરમ!
આહા.. “એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે “તેથીતે સમય છે આહી.. હું !
“આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી” . આહા.. સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી- તે તેનો સ્વભાવ છે, અને તે સ્વભાવમાં રહેલો છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.” ત્રણ લીધાં (લક્ષણ)
સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો પરિણમન છે ઈ ઉત્પાદ-વ્યય-સ્વભાવમાં છે એ ધ્રુવ ! આહા..! છે? “સદાય પરિણમન સ્વરૂપ ” બાપુ ! આ તો મંત્રો છે. આ કાંઈ વારતા નથી. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com