________________
૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ કરનાર છે ને...! અમૃતચંદ્રાચાર્યે ગજબ કામ કર્યું છે! કુંદકુંદાચાર્ય, પંચમઆરાના તીર્થકર જેવું કામ કર્યું છે, આણે (અમૃતચંદ્રાચાર્ય) ગણઘર જેવું કામ કર્યું છે.
ટીકા છે ને ટીકા તો એકહજારવરસથી છે. પાઠમાં જેવું છે, જેવું અંદરમાં છે એવું ખોલીને મૂક્યું છે આંહીં. આહા...! સમાજની જેને તુલના રાખવાની દરકાર નથી, કે સમાજ આમાં સરખી રીતે બધાં માનશે કે નહીં માને એની જેને દરકાર નથી, સત્ય આ છે. સમાજ સમતુલ રહો, બધાં ભેગાં થઈને માનો, ભેગાં ન રહીને ન માનો એની સાથે કોઈ સંબંધ નથી. આહા.... હા !
( શ્રોતાઃ) નિર્ભયપણે કહ્યું છે, એણે નિર્ભયતાથી કહ્યું? (ઉત્તર) એ એણે નિર્ભયતાથી નાખેલો પાઠ છે શાસ્ત્રમાં કળશ છે. રાગ-દ્વેષને ભેદ વિના, નિર્ભયપણે કાપી નાખે છે એને. એવો પાઠ છે મૂળ પાઠ છે. કરવતની પેઠે, કરવત હોય ને...! નિર્દયરીતે ભેદ કાપી નાખે છે. એટલે કે અનાદિનો રાગનો સંબંધ તેને નિર્દય રીતે ભિન્ન કરી નાખ્યો ! આમ. અનાદિનો “બંધુ' તરીકે (હતો) પરમાત્મપ્રકાશ” માં તો એમ નાખ્યું છે. એ પુણ્ય-પાપ એ “બંધુ' હતા અનાદિના રહેલા, હારે રહેલા અનાદિના “બંધુ” એ “બંધુ” નો ઘાત કરનારો આત્મા છે.
આહા... હા! અનાદિકાળથી પુણને પાપ ને મિથ્યાત્વ ધારી રાખ્યા હતા અને એક ક્ષણમાં ભેદજ્ઞાને નિર્દયરીતે કાપી નાખ્યાં! અહાહાહા !
આવી વસ્તુ છે!
આહા...! “વળી તે કેવો છે? પોતાના અને પારદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જીવદ્રવ્યમાં એટલું સામર્થ્ય-તાકાત છે, કે પોતાના અને પરદ્રવ્યોના આકાર એટલે વિશેષરૂપો, “એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે.'
આહાહા... હાહા “બધાને જાણવા છતાં એકરૂપે રહેલો છે” “અનેકને જાણવા છતાં અનેકપણે થયો નથી” “અનેક શયને જાણવા છતાં અનેક શેયરૂપે થયો નથી ” “અનેક શયોને જાણવા છતાં, એ જ્ઞાનરૂપ રહીને અનેક શયોને જાણ્યા છે જેણે આહા... હા! કુંદકુંદાચાર્ય સમયસાર બનાવ્યું હશે ! આહા. હા! એ હું શરૂ કરું છું. મારા જ્ઞાનમાં, ક્ષયોપશમમાં જે ભાવ છે, એ રીતે હું જણાવવા શરૂ કરું છું વાણીનો વિકલ્પ ને વાણી તો એને કારણે આવશે.
આહા... હા! આ તો ભઈ નિવૃત્તિનું કામ છે, નિવૃત્તિ લઈને પછી આ વસ્તુ તદ્દન નિવૃત્તસ્વરૂપ છે અંદર.. એને જાણવા માટે ભાઈ..! બહુ વખત જોઈએ ભાઈ નહિતરએના જનમમરણ નહિ મટે બાપા! એ ચોરાશીના અવતાર ભાઈ.! આ દેહ છૂટયો ને ક્યાં જશે ! આહા... પ્રભુ! આ દેહ છૂટશે પણ આત્માનો નાશ થશે? આત્મા તો રહેવાનો છે આહા... હા ! આ બધું છૂટી જશે તો રહેશે એકલો ક્યાં? આ મારાં, મારાં કરીને મમતાને મિથ્યાત્વમાં ગાળ્યો વખત, મિથ્યા ભ્રમમાં રહેશે ભવિષ્યમાં. અહા.... હા! અને એ ભ્રમના ફળ.. રખડવાના. અવતાર.. કોઈ જાણેલાં સગાં-વહાલાં
જ્યાં નથી. કોઈ બાયડી-છોકરાં એનાં નથી. કોઈ ફઈ, ફૂવા, માસી, માસા ત્યાં નથી. આહા. હા ! એકલડો જઈને, એકલો મથશે ઊંધે રસ્ત! આહા... હા! “પોતાના અને પરદ્રવ્યોના આકારો” ગુણને પર્યાયો બધાને “પ્રકાશવાનું સામર્થ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com