________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
આહા.... હા! “સર્વ પદ્રવ્યોથી છૂટી' દર્શનજ્ઞાનસ્વભાવ પોતાનો... એમાં જ્ઞાનદર્શન ચારિત્ર છે ને....! “નિયત વૃત્તિરૂપ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે તે દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી” આહા.... હા... હા! અંતર સ્વરૂપમાં શ્રદ્ધામાં વર્ત! જ્ઞાનમાં વર્તે ને સ્થિરતામાં વર્તે ત્યારે તે આત્મા જ્ઞાનદર્શન-ચારિત્રમાં આવ્યો, એથી તેને સમય નામ આત્મા કહેવામાં આવે છે. સ્વસમય એને કહીએ! એને આત્મા કહીએ.
આહા... હા! “છે” તો “છે' પણ પરિણતિમાં શ્રદ્ધાજ્ઞાનચારિત્રમાં આવે ત્યારે એને “છે' આત્મા અને સ્વસમય કહીંએ એમ કહે છે.
શું કહ્યું ઈ...? છે તો છે આહા...! વસ્તુ તો છે અનંત આત્માઓ પડ્યા છે ને! પણ એનુંએની તરફની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા, પૂર્ણાનંદનાનાથમાં શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની પરિણતિ કરતાં તેને આત્મા સાચો કહેવામાં આવે છે. અને તે સ્વસમય નામ આત્મા આત્મારૂપે થયો એમ એને કહેવામાં આવે છે. અને તેને ધર્મી કહેવામાં આવે છે.
| વિશેષ કહેવાશે... (પ્રમાણવચનગુદેવ!).
જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે પણ પરને નહીં, અહા ! ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે; એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ કહ્યાં છે પણ પરની વાત લીધી નથી.
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય-પાનું-૧૩૮)
-સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત ! પરને જાણે છે, એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષનેજ જાણવાનું છે, પરને નહિ.
( અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું ૧૩૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com