Book Title: Pravachana Ratno 1
Author(s): Kanjiswami
Publisher: Vajubhai Ajmera Vardha

View full book text
Previous | Next

Page 238
________________ S Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ 225 અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે. ભગવાન આત્માનો સ્વપરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિકર્મ-નોકર્મ જે હોય તે પ્રતિભાસે છે. (પ્રવ. રત્ના. ભાગ-૨, પાનું-૫૭) કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી. પણ પોતાની પર્યાયને દેખતાં તેમાં ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે... નિત્યાનંદ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન અવસ્થા કે જેમાં લોકાલોક ઝળક્યા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાઈ જાય છે. જેને તે દેખે છે તે તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી. (પ્રવ. રત્ના. ભાગ-૪, પાનું-૧૭૯ ). 5. અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાયો છે એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. (પ્રવ. રત્ના. ભાગ-૩, પાનું 76 ) તારી ચૈતન્ય જ્યોતિ-જ્ઞાનજ્યોતિ પ્રભુ! બહાર રહેલી અગ્નિને જાણે, પણ તે કાંઈ અગ્નિમાં પ્રવેશ કરે છે, વા અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. અરીસો હોય છે ને? તેમાં અગ્નિ, બરફ વગેરે ચીજોનો પ્રતિભાસ થાય છે તે અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ છે; બાકી અરીસામાં કાંઈ અગ્નિ, બરફ વગેરે પેસી જતાં નથી, કે અરીસો તે ચીજોમાં પ્રવેશતો નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્ય અરીસો છે. તેમાં શરીર, મન, વાણી ઈત્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે, પણ તે ચીજ જ્ઞાનમાં પ્રવેશતી નથી ને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. (પ્રવ. રત્ના. ભાવ-૯, પાનું-૩૯૭) 7. અહા ! લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો સાથે પોતાને પરમાર્થ સંબંધ હોવાનું માને છે; અર્થાત્ પરશયોને કારણે જ્ઞાન થતું હોવાનું માને છે પરંતુ એવું માનવું અજ્ઞાન છે, આ શબ્દો પરય છે એનાથી જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. (પ્રવ. રત્નાભાગ-૯, પાનું-૩૯૭/૯૮). શયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે, જુઓ, જ્ઞાન જ્ઞયાકાર છે એમ નહિ. એ તો શેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે પોતે જ થયું છે. જ્ઞયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ અર્થાત જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે. એ જ્ઞાનના જ કલ્લોલો છે. (પ્રવ. રત્ના. ભાગ-૧૧, પાનું-૨૫૦). Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 236 237 238