________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૨૨૩ આત્માને પોતાને જાણતાં બધા ભેદ જણાઈ જાય છે. જેણે પોતાને જાણી લીધો તેણે પોતાથી ભિન્ન સર્વ પદાર્થોને જાણી લીધા. અથવા આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યપ્તિજ્ઞાનથી સર્વ લોકાલોકને જાણે છે તેથી આત્માને જાણતાં બધું જાણી લીધું. અથવા વીતરાગ નિર્વિકલ પરમ સમાધિના બળથી કેવળજ્ઞાન પ્રગટ કરીને જેવી રીતે દર્પણમાં ઘટપટાદિ પદાર્થ ઝળકે છે તે જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સર્વ લોકાલોક ભાસે છે. (શ્રી પરમાત્મપ્રકાશ-હિંદીuત ગાથા-૯૯, પાનું
૯૩/૯૪ ) ૧૫. જેવી રીતે તારાઓનો સમૂહ નિર્મળ જળમાં પ્રતિબિંબિત થતો પ્રત્યક્ષ દેખાય છે તેવી જ રીતે
મિથ્યાત્વ રાગાદિ વિકલ્પોથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોક અલોક ભાસે છે. (શ્રી
પરમાત્મપ્રકાશ ગાથા-૧૦૨, પાનું- ૯૬) ૧૬. જેવી રીતે દર્પણની સ્વચ્છતા, દર્પણનું સ્વરૂપ તથા દર્પણના આકાર બરાબર છે તેને છોડ્યા
વિના દર્પણ યથાયોગ્ય પદાર્થોને પ્રતિબિંબિત કરે છે તથા તે પદાર્થોમાં પ્રતિબિંબિત થવાનો સ્વભાવ હોવાથી પોતાનું સ્થાન છોડયા વિના જ તે દર્પણમાં પ્રતિબિંબિત થઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનાનંદના આધારભૂત આત્માનું જ્ઞાન આત્માના સ્વરૂપ અને આકાર બરાબર છે તેને છોડ્યા વિના જ સર્વજ્ઞ પરમાત્મા સર્વ લોકાલોકને જાણી લે છે તથા સર્વ લોકાલોક જ્ઞાનનો વિષય હોવાથી શેયસ્વભાવી હોવાથી તે પણ પોતાનું સ્થાન છોડ્યા વિના જ જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબિત મયૂર બાહ્યસ્થિત મયૂરનું પ્રતિબિંબરૂપ કાર્ય હોવાથી મયૂર જ કહેવાય છે તે જ રીતે જ્ઞાનમાં પ્રતિબિંબિત સર્વ લોકાલોક બાહ્ય સ્થિત લોકાલોકના પ્રતિબિંબરૂપ કાર્ય હોવાથી સર્વ લોકાલોક જ કહેવાય છે તેથી સર્વને જાણવાની અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહેવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનસ્વભાવી સર્વજ્ઞ જ્ઞાનમય સ્વક્ષેત્રથી બહાર ગયા વિના જ સર્વગત છે તેવી જ રીતે શરીર સ્થિત સર્વજ્ઞ શરીરની બહાર ગયા વિના જ સર્વગત છે. આ રીતે આત્માની જ્ઞાનમયતા તથા પદાર્થોની શેયમયતાને કારણે પોતપોતાના ક્ષેત્રનો ત્યાગ કર્યા વિના જ ક્રમશઃ સર્વજ્ઞ સર્વગત તથા પદાર્થ સર્વજ્ઞગત છે એમ વ્યવહારથી કહેવાય છે. (શ્રી પ્રવચનસારજી ગાથા-૨૭ ની શ્રી જયસેનાચાર્યદેવની તાત્પર્યવૃત્તિ ટીકા) જેવી રીતે રૂપી દ્રવ્ય નેત્રની સાથે પરસ્પર સંબંધનો અભાવ હોવા છતાં પણ પોતાના આકારને સમર્પિત કરવા સમર્થ છે અને નેત્રપણ તેમના આકારને ગ્રહણ કરવા સમર્થ છે તે જ રીતે ત્રણ લોકરૂપ ઉદરવિવર-છિદ્રમાં સ્થિત ત્રણકાળ સંબંધી પર્યાયોથી પરિણમિત પદાર્થ જ્ઞાનની સાથે પરસ્પર પ્રદેશોનો સંબંધ ન હોવા છતાં પણ પોતાના આકારને સમર્પિત કરવા સમર્થ છે; અખંડ, એક પ્રતિભાસમય કેવળજ્ઞાન પણ તેમના આકારોને ગ્રહણ કરવા સમર્થ છે. (શ્રી
પ્રવચનસારજી ગાથા-૨૯ તાત્પર્યવૃત્તિ ટીકા ) ૧૮. જો સમસ્ત સ્વ-યાકારોના સમર્પણ દ્વારા (જ્ઞાનમાં) ઉતર્યા થકા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન
પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય અને જો તે (જ્ઞાન) સર્વગત માનવામાં આવે, તો પછી (પદાર્થો)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧૭.