________________
૨૨૨
૮.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ કારે એવો અર્થ કર્યો છે કે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાને સ્પર્શતા નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી શ્રુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. (શ્રી સમયસારજી કળશ-૨૧૫) જ્ઞાન શયને સદા જાણે છે તો પણ શેય જ્ઞાનનું થતું જ નથી. ભાવાર્થકાર આને સમજાવતાં લખે છે કે જ્ઞાન જ્ઞયને જાણે છે પરંતુ જ્ઞય જ્ઞાનનું જરાપણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શયોનો પ્રવેશ નથી. (શ્રી સમયસારજી કળશ - ૨૧૬ ) શયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. (શ્રી સમયસારજી કળશ-૪૭). જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞયરૂપ છે. બાહ્ય જ્ઞયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી. યોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડ જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. (શ્રી સમયસારજી કલશ-૨૭૧ ભાવાર્થ) વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જ્ઞાનરૂપી ભીતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે. આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્ભુત શયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. જયસેનાચાર્ય: સર્વે સદભૂતા અસદ્ભતા અપિ પર્યાયાઃ યે સ્કુટ તે પૂર્વોકતાઃ પર્યાયો વર્તન્ત પ્રતિભાસત્તે પ્રતિસ્ફરન્તિ કેવલજ્ઞાને. (શ્રી પ્રવચનસારજી ગાથા-૩૭). આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસચેતક હોવાથી, જ્ઞાતા અને શયનું વસ્તપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવા અત્યંત અશકય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત – પેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે. (સંસ્કૃત ટીકામાં “પ્રતિભાતિ” છે, ત્યાં જાણે છે એમ નથી.) ( શ્રી પ્રવચનસારજી ગાથા-૪૯). પ્રથમ તો, અર્થવિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં, અર્થ એટલે શું? સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ અને દર્પણના નિજ વિસ્તારની માફક જેમાં યુગપદ્ સ્વ-પર આકારો અવભાસે છે એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન. (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૨૪) એક પોતાના આત્માને જાણતાં આ ત્રણ લોક જાણવામાં આવી જાય છે કારણ કે આત્માના ભાવરૂપ કેવળજ્ઞાનમાં આ લોક પ્રતિબિંબિત થતો વસી રહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧૧.
૧૨.
૧૩.
૧૪.