________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૨૨૧
m
" 696
પ્રકાશમાનપણું, પ્રતિભાસ, અવભાસન, પ્રતિબિંબિતપણું, ઝલકવું વગેરે એકાર્ય છે તેના સંદર્ભો:
(
૦)
૦
૧.
૩.
(૧) જિનવાણીમાંથી: સ્વચ્છત્વશક્તિની વ્યાખ્યા: અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે) (શ્રી સમયસારજી શાસ્ત્રમાં ૧૧ મી શક્તિ). જેમાં દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો.. જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહીમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાશમાન થાય છે. અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિંત થાય છે તેમ. જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે. (શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા-૧: અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ) જ્ઞાયક એવું નામ પણ તેને શયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે શેયનું પ્રતિબિંબ
જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનોજ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. (શ્રી સમયસારજી ગાથા-૬ નો ભાવાર્થ) જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉપદેશથી કોઈપણ પ્રકારે ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે, તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે, - જ્ઞાનમાં જે શયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. (શ્રી સમયસારજી કળશ-ર૧). આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞયનું પ્રતિબિંબ દેખાય એ રીતે કર્મ – નોકર્મ જ્ઞય છે તે પ્રતિભાસે છે. (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૯ ભાવાર્થ). આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં જે શક્તિ વૈચિત્ર્યથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય છે તે પ્રકાશે છે. ( શ્રી સમયસારજી ગાથા-૨૯ મથાળ) આ ગાથાની શ્રી જયસેનાચાર્યની ટીકામાં છે કે જ્ઞાની જ્ઞય પદાર્થપુ નિશ્ચયનયન અપ્રવિષ્ટો અપિ વ્યવહારેણ પ્રવિષ્ટ ઈવ પ્રતિભાતીતિ શક્તિ વૈચિય. શ્લોકાર્ધમાં છે કે જ્ઞાન જ્ઞયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે આનો ભાવાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૭.