Book Title: Pravachana Ratno 1
Author(s): Kanjiswami
Publisher: Vajubhai Ajmera Vardha

View full book text
Previous | Next

Page 232
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ૨૧૯ * પ્રતિભાસ સંબંધી થોડુંક જ્ઞાન સ્વ-પર પ્રકાશક સ્વભાવી છે. જિનવાણીનું આ કથન મહાસત્ય છે. જ્ઞાનનો સ્વભાવ જાણવું છે તો તેમાં કોને જાણવું અને કોને ન જાણવું એવો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારે આત્માનુભવી જ્ઞાની પુરુષો વારંવાર એમ સમજાવતા હોય કે જ્ઞાન અપર પ્રકાશકપણાની એક શક્તિ ધરાવે છે તે વાત સાચી છે પરંતુ જ્ઞાન પરને જાણે છે એમ કહેવું એ તો અસદભુત વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો જ્ઞાન જેમાં પોતાના સ્વપર પ્રકાશકપણાની દ્વિરૂપતા જણાઈ રહી છે તેવી પોતાની પર્યાયને જ જાણે છે. આમ જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે ખરેખર પરને જાણતું નથી. કેવળી ભગવાન નું કેવળજ્ઞાન પણ નિરંતર પોતાની વર્તમાન વર્તતી જ્ઞાનપર્યાયને જ જાણી રહેલ છે જે પર્યાયમાં લોકાલોક સતત પ્રકાશિત થયા કરે છે. વળી એક ન્યાય એવો પણ આપવામાં આવે છે કે જ્ઞાન તન્મય થયા વિના જાણી શકે નહિ અને જ્ઞાનની પર્યાય પર સાથે તો તન્મય થતી નથી તેથી ખરેખર પરમાર્થથી જોતાં જ્ઞાનપર્યાય પરને જાણી શકે જ નહિ. પર્યાય પર્યાયમાં તન્મય હોવાથી પોતે પોતાને જાણે છે અને પ્રયોજનની દષ્ટિએ અભેદ વિવક્ષા લઈએ તો જ્ઞાન પર્યાય જ્ઞાનમય છે અને જ્ઞાન તો સદા જ્ઞાયકમય જ હોય છે તેથી જ્ઞાયક જ જાણવામાં આવે છે એ નિશ્ચય છે. જ્ઞાન પર્યાયની જાણવા સંબંધી જો આવી સ્થિતિ છે તો પછી પરના જણાવા સંબંધી કોઈ ખાસ વ્યવસ્થા હોવી જોઈએ કારણ કે પર સંબંધીનું જ્ઞાન તો થયા જ કરે છે. આ પ્રશ્નના ઉત્તરરૂપ કથનો જિનવાણીમાં આવે છે પરંતુ તે કથનો યથાર્થ ખ્યાલમાં, યથાર્થરીતે આવ્યા નથી. જ્ઞાનની સ્વચ્છતા, ઉપયોગની સ્વચ્છતા, આત્મામાં, રહેલી સ્વચ્છત્વશક્તિ વગેરે સંબંધી મીમાંસા કરતાં સ્વપરનું પ્રકાશન કેવી રીતે થાય છે તે સમજાય છે. જ્યાં જ્યાં સ્વચ્છતાની વાત આવી છે ત્યાં ત્યાં દર્પણના દષ્ટાંતથી પ્રકાશનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. બાહ્ય પદાર્થો દર્પણમાં પ્રતિબિંબિત થાય છે તે દર્પણની સ્વચ્છતાનું પરિણમન છે, પદાર્થનું એમાં કાંઈ કર્તવ્ય નથી. જ્ઞાનની સ્વચ્છતાને કારણે લોકાલોક સ્વ-પર સમસ્ત પદાર્થો પોતાનું પ્રમેયત્વ સમર્પિત કરતાં સ્વયમેવ ઝળકે છે. જ્ઞાન તો સમયે સમયે આ ઝળકવાપણાને જાણી રહેલ છે, પદાર્થોને નહી કેમ કે ઝળ કવું જ્ઞાનની સત્તામાં બની રહ્યું છે જ્યારે લોકાલોક તો જ્ઞાનની સત્તાથી બહાર વર્તે છે. સ્વચ્છત્વના નિજ અમૂર્ત આત્મપ્રદેશોમાં થઈ રહેલા પરિણમનને જ પ્રતિભાસન, અવભાસન, પ્રતિબિંબિતપણું, પ્રકાશન વગેરે શબ્દોથી ઓળખવામાં આવે છે. સ્વચ્છત્વના આ નિરંતર ચાલતા પરિણમનને કારણે જ જ્ઞાન સ્વસત્તામાં રહીને પણ સન્મુખ થયા વિના તેમજ પરમાં તન્મય થયા વિના પોતાના સ્વચ્છત્વના પરિણમનમાં પ્રતિભાસિત સમસ્તને તેજ સમયે જાણી લે છે. સ્વચ્છત્વને કારણે થતો પ્રતિભાસરૂપ પ્રકાશનનો વ્યાપાર તથા જ્ઞાનનો જાણનક્રિયારૂપ વ્યાપાર સમકાળે ચાલતા રહેતા હોવાથી કાળભેદ વિના સ્વપરનું જાણવું બની શકે છે. આમ પ્રકાશકપણું એ પ્રતિભાસ એટલે કે ઝળકવાના અર્થમાં પ્રતિપાદિત છે, તેને સમકાલીન પરિણમનને કારણે જાણવાના અર્થમાં પણ ઠેકઠેકાણે કથિત કરવામાં આવે છે પરંતુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238