________________
૨૧૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો -૧ જી
m
તન્મય થયા વિના જ્ઞાન જાણે જ નહીં !
(૦)
૦)
૦
?
. આ શરીર છે તે શરીરમાં જણાય છે? કે આત્માની જ્ઞાન પર્યાયમાં જણાય છે? જે પર્યાયનું અસ્તિત્વ છે તેમાં તે જણાય છે. ખરેખર તે જણાતું નથી પરંતુ ખરેખર તો એની પર્યાય જણાય છે. એ પર્યાય પણ એમાં નથી. અહાહા ! લોજીકથી કાંઈક પકડશે કે નહી ન્યાય! જેની સત્તામાં આ સત્તાનો સ્વીકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની સત્તામાં આ છે. પૈસા છે ને બાયડી છે ને આ છોકરા છે એ ચીજ કાંઈ એની પર્યાયમાં આવતી નથી. પર્યાય એટલે અવસ્થા - જાણવાની અવસ્થા. ત્રિકાળ દ્રવ્ય અને ત્રિકાળ ગુણ અને વર્તમાન પર્યાય-અવસ્થા. એ અવસ્થામાં એ ચીજ કાંઈ આવતી નથી; પણ એ ચીજ છે એમ જાણે છે એ પણ એ ચીજને જાણતો નથી. અહાહા ! એ ચીજ તો આવતી નથી પણ એ ચીજને જાણતો નથી. એ તો જાણનારને જાણે છે.
અહાહા ! આવું છે પ્રભુ! આ તો વીતરાગ, જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્માની વાણી આ છે બાપા! લોકોએ પામર તરીકે કાઢી નાખી છે. એકેન્દ્રિયની દયા પાળો, ફલાણાની દયા પાળો ને આ વ્રત કરોને એમ કરીને જૈનધર્મને પામર કરી નાખ્યો છે. જેની પ્રભુતાનો પાર નથી, જેની મોટપનો પાર નથી અહાહા !
જે આ જગતમાં ચીજો છે. આ શરીર છે એમ શરીરને ખબર પડે છે? એ આત્માની પર્યાયમાં ખબર પડે છે કે આ શરીર છતાં પર્યાયમાં એ શરીર આવતું નથી. ખરેખર તો એ પર્યાય શરીરને જાણતી પણ નથી કારણ કે એ પર્યાય શરીરમાં તન્મય થતી નથી. તન્મય થયા વિના જાણવું કહેવું એ બરાબર નથી. આ શરીર છે, વાણી છે, રાગ છે, આ પૈસો – ધૂળ છે, આ મકાન છે એ આત્માની પર્યાય એટલે કે અવસ્થાની સત્તામાં જણાય છે. એ જણાય છે એ આત્માની સત્તાની અવસ્થા જણાય છે; એ વસ્તુ નહીં.
અહાહા ! આ બધું દેખાય છે. આંખ તો આટલી છે એમાં દેખાય આટલું બધું. ખરેખર તો અસંખ્ય પ્રદેશમાં દેખાય છે. આ તો આંખ નિમિત્ત છે. અસંખ્ય પ્રદેશમાં પર્યાયમાં જણાય છે. એ પર્યાયમાં પર્યાયની શક્તિથી પર્યાયને જાણે છે.
અહાહા! પ્રભુ! તું તો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા અનંત ગુણોથી શોભાયમાન છો ને! એમાં પરના વિકલ્પોથી તને તો અશોભા અને કલંક લાગે છે. જે આનંદ અને જ્ઞાનથી શોભનારું તત્ત્વ એવું જે પરમાત્મ તત્ત્વ પોતે પ્રભુ નિજ પરમાત્મા એની પર્યાયમાં આ કરું ને આ કરું! પણ આ કરું એ ચીજ તો આહી આવતી નથી અને તારી પર્યાય એ ચીજમાં જાતી નથી તો પરનું કરવું તો એમાં આવતું નથી પણ પરને જાણવું કહેવું એ પણ વ્યવહાર છે – અસભૂત વ્યવહાર છે કેમ કે પરમાં તન્મય થતો નથી. ફકત પોતાની પર્યાયને જો છે એમ કહેવું એ પણ સભૂત વ્યવહાર છે.
(પૂ. ગુરુદેવશ્રીના નિયમસાર શ્લોક-૧૨૦ ઉપરના દિ. ૨૫-૧૧-૭૯ના પ્રવચનમાંથી)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com