________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૨૧૭ * જાણનારો ભગવાન પોતે ક્ષણે ક્ષણે પોતાને અને પરને પોતાના કારણે પોતે જ પ્રકાશે છે. આહાહાહા !
સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદભ્રમ ભારી; શેય શક્તિ દુવિધા પરકાશી, નિજરૂપા પરરૂપા ભાસી.
જોય દ્વત છે પણ ખરેખર તો શેય “આ” ભાસે છે, ચૈતન્ય જ્ઞય છે. એનું અસ્તિત્વ જ એટલું બધું મોટું છે કે પોતામાં રહીને, પરને અડ્યા વિના, પરનું અસ્તિત્વ છે માટે પોતે જાણે છે એમ પણ નહીં પરંતુ પોતાના અસ્તિત્વની સત્તા એટલી છે કે પર અનંત છે તે અડ્યા વિના સ્વ-પર પ્રકાશને પ્રકાશે છે. એ પર પ્રકાશને પ્રકાશતો નથી. સ્વને પ્રકાશે છે.
* આત્માના ચેતનપણાને જ... ભાષા જઈ ? કહે છે? રાગાદિને નહી. આત્માના ચેતનપણાને જ જાહેર કરે છે. ગજબ કામ કર્યા છે ને? આવી વાત ક્યાંય નથી “જ” શબ્દ છે ને? પર પદાર્થોને નહી અહાહા ! ચૈતન્યનું સ્વપર પ્રકાશકપણું વિશાળ છે, એની સત્તા વિશાળ છે. એ વિશાળતાને જાહેર કરે છે. વિશાળતામાં વિશાળ વસ્તુને જાહેર કરે છે એમ નહીં.
* આત્માના પ્રકાશમાં આત્માનો પ્રકાશ જ જાહેર કરે છે. રાગાદિની નહીં....
નજીકમાં નજીક એક ક્ષેત્રે અને એક કાળે ઉત્પન્ન થાય એને પણ જાહેર કરતો નથી. પોતાના પ્રકાશની દ્વિરૂપતા, એને અને પોતાને પ્રકાશે એવી પોતાની શક્તિને પ્રકાશે છે. . પરને જાહેર કરે છે એમ નહીં; પોતાને જાહેર કરે છે. જે જણાય છે તેને નહીં - એ જણાતું જ નથી. એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયું છે એ જણાય છે.
(પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસારજી શાસ્ત્રની ગાથા-૨૯૪ ઉપરના ૧૯મી વારના પ્રવચન ક્રમાંક – ૩૬૧, દિનાંકઃ ૬-૧૨-૭૯ માંથી)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com