Book Title: Pravachana Ratno 1
Author(s): Kanjiswami
Publisher: Vajubhai Ajmera Vardha

View full book text
Previous | Next

Page 228
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ -FILLI 0000000 00000000 00000000 જ્ઞાન તો માત્ર જ્ઞાનને જ જાણે છે ! TUITT LITY * આત્મા વસ્તુ છે જ્ઞાન સ્વરૂપ. એ જ્ઞાનની ઉત્પત્તિ થાય તે જે સમયે રાગાદિ વિકલ્પ ઉત્પન્ન થાય છે. કાળ એક છે, ક્ષેત્ર એક છે, પણ ભાવ ભિન્ન છે! આમ અતિ નિકટતાને લઈને ચૈત્ય – ચેતક ભાવનો સદ્દભાવ હોવાથી રાગ છે એ જણાવા યોગ્ય – ચૈત્ય છે અને આત્મા જાણનાર ચેતક છે. - ૨૧૫ = * રાગ જણાવા લાયક છે; આત્મા જાણનાર છે. એ બંને એક નથી. રાગનું બંધ લક્ષણ છે, આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું જ્ઞાન લક્ષણ છે આમ બંનેના લક્ષણ જુદા હોવાથી ચીજ બંને જુદી છે. છતાં એક ક્ષેત્રે અને એક કાળે હોવાથી નજીકપણું છે તેથી અજ્ઞાનીને એ રાગ પોતાની ચીજ છે અથવા તેનાથી મને લાભ થશે એમ ભેદજ્ઞાનનો અભાવ હોવાથી તેને લાગે છે. * જ્ઞેય અને જ્ઞાયક બે ય એક નથી. પણ એક સાથે ઉત્પન્ન થાય છે એથી અજ્ઞાનીને ભ્રમ ઉપજે છે કે આ રાગ મારી ચીજ છે અને તેનાથી મને લાભ થશે એમ અજ્ઞાની અનાદિથી મિથ્યા શ્રદ્ધામાં માની રહ્યો છે. = * રાગ છે તે આત્માની જાત નથી. આત્મા અને રાગ ભિન્ન છે. એ રાગ જાણવા લાયકમાં જાય છે અને આત્મા એનો જાણનાર છે એમ જણાય છે. * રાગ જે સમયે ઉત્પન્ન થાય છે તે જ સમયે તે રાગનું જ્ઞાન પોતાથી થાય છે. રાગની હયાતી છે માટે એનું જ્ઞાન થાય છે એમ નહીં. એ જ્ઞાનગુણની પર્યાય સ્વ-૫૨ પ્રકાશપણે છે તે સમયે તે પ્રગટે છે તેથી તેની જાણનાર કહી અને રાગને જણાવા યોગ્ય કહેવામાં આવ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com * ખરેખર તો આત્મા પોતે તો પોતાની પર્યાયને જાણે છે. જાણનારનો કર્તા આત્મા પોતે છે. પર્યાય પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય એ પર્યાયની કર્તા છે. રાગને લઈને નહીં - દ્રવ્યગુણને લઈને નહીં. જાણવાની પર્યાય પોતે સ્વતંત્ર ઊભી થાય છે. * જાણનાર ચૈતન્ય ભગવાન અને દયા, દાનના વિકલ્પો જે રાગ બંને એક દ્રવ્ય નથી. દ્રવ્ય બંને જુદા છે. એક સાથે એક કાળે એક ક્ષેત્રે જ્ઞાન ઉપજે અને રાગ ઉપજે એ એક દ્રવ્યપણાને લઈને નહી –એક વસ્તુપણાને લઈને નહીં. એક આસ્રવ તત્ત્વ છે અને એક જીવ તત્ત્વ છે. બેય પદાર્થ જુદા છે. * જેમ દીપક વડે પ્રકાશવામાં આવતાં ઘટાદિ દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે દીપકપણાને જાહેર કરે છે, એ ઘટ-પટને જાહેર નથી કરતાં તથા દીવો બીજી ચીજોને પ્રકાશે છે એમ નથી; એ તો પોતાની ચીજ પ્રકાશ છે એને જ પ્રકાશે છે. દીવાનો સ્વભાવ સ્વને અને ૫૨ને અને ૫૨ને પ્રકાશવાનો છે તેને પ્રકાશે છે; બીજી ચીજને પ્રકાશે છે એમ નહી. તેમ રાગાદિ જ્ઞાનમાં શેયરૂપે જણાતા તો રાગાદિ ભાવો આત્માના ચેતકપણાને જાહેર કરે છે. આત્મા પોતાને જાણે છે અને રાગાદિ થાય એને જાણે છે એ જાણવાની પર્યાયને પ્રકાશે છે. પરને નહી રાગાદિને નહી. આત્મા રાગ, દયા, દાન, કામ, ક્રોધના પરિણામમાં પેસીને જાણતો નથી. એમાં તન્મય થઈને જાણતો નથી. તન્મય તો પોતાની પર્યાયમાં થઈને જાણે છે તેથી તે પોતાની જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે - એ રાગાદિને પ્રકાશતો નથી.

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238