________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ શું ચાલે છે?
તો પહેલાં તો આ કહ્યું કે વસ્તુ છે ત્રિકાળી (આત્મદ્રવ્ય) શુદ્ધ, એની દૃષ્ટિ કરવી શુદ્ધ છે. અને પર્યાયમાં અશુદ્ધતા આવે છે એ સંયોગજનિત છે માટે મલિનતા ને ભેદ હોય છે.
આહા....! હવે, આંહી જે પર્યાય થઈ એ બીજી વાત છે. છતાં એ પર્યાય, દ્રવ્યમાં નથી. “સ્વશયને જાયો, પરશયને જાણ્યા” તો પર્યાય, અપર પ્રકાશક એ પોતાની, પોતાથી થઈ છે. છતાં એ પર્યાય, દ્રવ્યમાં છે નહીં. પર્યાય ભિન્ન છે.
આહાહા...! આવું મુંબઈવાળાને ક્યાં... નવરાશ મળે ! આવું સમજવાની ! ધંધા.. આખો દિ' પાપ ! સવારે ઊઠે કે આ કરો ને.. આ કરોને..!! ધંધા..ધંધા..ધંધા પાપના! આહા..હા.! ધરમ તો નહીં પણ પુણે ય ન મળે. જો બે-ચાર કલાક સત્ સાંભળવામાં આવતું હોય, તો પુણે ય બંધાય, પણ ધરમ નહીં. ધરમ તો, એ પુણ્યભાવના રાગભાવથી ભિન્ન ભગવાન (આત્મા) છે, એની નજર એક જ્ઞાયકભાવ પર છે- એની દષ્ટિ કરવી એટલે કે દષ્ટિમાં એ “જ્ઞાયક' લેવો! જે દષ્ટિમાં, પર્યાય આદિ રાગ આદિ છે, એ દષ્ટિમાં જ્ઞાયક ત્રિકાળી લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા...!
(કહે છે) “કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું'- પર્યાયની અહીં વાત છે હો !! તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે” – એ “જાણે” ઈ પર્યાય શાયકની છે પોતાની, (એટલે કે) સ્વનું જાણવું-પરનું જાણવું, એ પર્યાય જ્ઞાયકની જ છે, અથવા “જ્ઞાયક જ જાણવામાં આવ્યો” પર્યાયમાં, “પર જાણવામાં આવ્યું એવું છે નહીં' (એટલે કે પરને જાણતો જ નથી ને.!)
આહાહા.! પોતાનો, જ્ઞાયક ચૈતન્ય પ્રભુ! નિત્યાનંદ ધ્રુવ!! એનું જે જ્ઞાન સમ્યક, દષ્ટિ (સમ્યક ) થઈને-આશ્રય લઈને થયું, એ જ્ઞાનની પર્યાયમાં, આ રાગ આદિ, શરીર આદિ, બાહ્ય ચીજ (જે) જાણવામાં આવે છે એ કહે છે, પરના કારણથી જાણવામાં આવે છે, એવું નથી. (પરંતુ) એ પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક પ્રગટ થઈને, પર્યાય, પોતાની જ પર્યાય છે એવું જાણે છે.
એવું છે!! ભાઈ, મારગ બહુ સૂક્ષ્મ ભાઈ ! અત્યારે સંપ્રદાયમાં તો ગોટા ઊઠયા છે બધા ! એનું શું કરવું?! એને બિચારાને ખબર નથી. અરે...! આ ચીજ જે અંદર રહી જાય છે આખી સચ્ચિદાનંદ પ્રભુ! નિત્યાનંદ ! સહુજા સ્વરૂપ! સહજુ સ્વભાવી ! જેમાં પલટન-પર્યાય, એ પણ નથી, એવો સ્વભાવ (તે) વસ્તુ છે !!
તો, પર ઉપરથી દષ્ટિ ઊઠાવીને, અંદર ત્રિકાળીમાં દષ્ટિ લગાવવી, એ દષ્ટિ શુદ્ધ છે ને વસ્તુ (આત્મા) શુદ્ધ છે!!
અને.... દષ્ટિ શુદ્ધ થઈ.... અને સ્વનું જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનો અપર પ્રકાશક સ્વભાવ હોવાથી, પર જાણવામાં આવ્યું, તો પરના કારણથી પરનું જ્ઞાન થયું. અહીંયા (જ્ઞાનપર્યાય)માં એવું નથી. એ તો પોતાના સ્વપર પ્રકાશ સામાણ્યથી પોતાના જ્ઞાનનો વિકાસ થયો છે. આહા..! આવી વાત છે !!
અરે..! જનમ-મરણના અંત લાવ્યા નહીં. અત્યારે તો સાંભળ્યું જાય નહીં તેવું છે! જુવાનજુવાન માણસ હાર્ટફેઈલ! આ બેઠાં બેઠાં, વાત કરતાં હાર્ટફેઈલ. દીકરીયુંને હાર્ટફેઈલ!! આહા.. હા! ક્યાં..યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com