________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૧૦૮
માટે જા, અસ્તિ છે તેને ઉપાદેય કર, તો પરિભ્રમણનો અંત આવશે.
જુઓ..! પુણ્ય ને પાપના ભાવ હેય ને છોડવાલાયક કહેવામાં આવ્યા, પણ એ “છે” તો છોડવાલાયક કહ્યા ને..તો તે છે કે નથી? કે છે જ નહીં? તો કહ્યું ને.' અશુદ્ધનયનો વિષય સંસાર છે.'
આહા.. હા! ત્રણલોકનો નાથ ! ચૈતન્ય પ્રભુ જ્ઞાયક! ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ! એ સિવાય, પુણ્યને પાપના ભાવ જે થાય છે તે સંસાર છે. “સંસરળ તિ સંસાર:' જેમાં સંસરણ – પરિભ્રમણ જ છે જેનાથી ઉત્પન્ન થાય, એનું નામ સંસાર છે. પુણ્યને પાપના, બન્ને (પ્રકારના) ભાવ, સંસરણ ઈતિ સંસાર છે, એ વર્તમાન સંસાર છે અને ભવિષ્યમાં પરિભ્રમણનાં બીજડાં છે! આવી વાત સાંભળતાં....
આહી.. હા ! આંહી તો કહે છે પ્રભુ! તું જાણશક્તિનું તત્ત્વ છો ! એ રાગનું ને પરનું કેમ કરી શકે? એ રાગને પુણ્ય-પાપના કર્તા માને છે એ તારો સંસાર છે. એ બીજ છે!! આહા... હા ! છે? . અશુદ્ધ નયનો વિષય સંસાર છે' - એ પુણ્ય-પાપ ભાવ જ સંસાર છે. આહા... હા! “અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે”
(શ્રોતા ) એ તો (આત્મા) શુદ્ધ છે! (ઉત્તર) એવો શુદ્ધ તો આત્મા છે (વર્તમાન પર્યાય અશુદ્ધ છે).
(જુઓ ને...!) પૈસા થયા પાંચ-પચાસ લાખ, છોકરાં થયાં સાત, આઠ, દસ! બબ્બે લાખની પેદાશવાળા, એમાં સુખ ભર્યા છે? કલેશ છે પ્રભુ! એ શુભ-અશુભ ભાવથી વર્તમાન કલેશ ભોગવે છે અને ભવિષ્યમાં કલેશનું કારણ છે આહા.. હા !
આહા.. હા ! હવે, કહે છે કે “ જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે” – હવે સવળી, ધરમની વાત કરે છે. હવે અહીંથી સવળી વાત આવે છે, ધરમની વાત કરે છે, કે પુણ્યને પાપના શુભ-અશુભ ભાવ એ સંસાર છે, કલેશ છે, દુઃખ છે, અને ભવિષ્યમાં સંસાર પરિભ્રમણના તે (ભાવ) કારણ છે. “જ્યારે તે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય છે” – એ પુણ્ય-પાપના ભાવથી ત્રિકાળ હું ભિન્ન છું, મારી ચીજ તો એનાથી જુદી-ભિન્ન છે. હું તો જ્ઞાયક ચૈતન્યરસથી ભરચક્ક ભરેલ, અતીન્દ્રિય આનંદથી ભરપુર ભરેલ તત્ત્વ છું! અને રાગ જે પરદ્રવ્ય છે એને ભિન્ન કરું છું, તો સંસારથી છુટકારો છે.
(શ્રોતા:) અહીંયા તો પરદ્રવ્યથી ભિન્ન કહ્યું છે!! (ઉત્તર) સ્વદ્રવ્યથી તો ભિન્ન છે અનાદિથી (અજ્ઞાની) હવે, પરદ્રવ્યથી ભિન્ન કરવો છે! (અનાદિથી અજ્ઞાની) સ્વદ્રવ્યથી ભિન્ન થઈને, રાગ-દ્વેષને પોતાનાં માને છે, એ જ સંસાર છે, કલેશ છે, દુઃખ છે નરક-નિગોદનાં કારણ છે.
આહાહા! “જ્યારે સ્વયં પરદ્રવ્યથી ભિન્ન થાય છે ત્યારે સંસાર મટે છે... આહા...! એ શુભ કે અશુભ ભાવ- આ કમાવું-રળવું, સ્ત્રી પરિવાર-કુટુંબના પોષણના ભાવ, એ તો પાપ છે. તો એ કલેશ છે, દુઃખ છે અને ભવિષ્યમાં પણ કલેશના-દુઃખનાં કારણ છે. અને શુભભાવ પણ વર્તમાન દુઃખ છે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના જે વિકલ્પ, શુભ ભાવ છે એ રાગ છે દુઃખ છે, વર્તમાન કલેશ છે. ભવિષ્યમાં કલેશનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com