________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮
શ્રી પ્રવચન રત્નો-૧ છે. તેનો અભાવ છે. “કર્તાકર્મપણું છે” એટલું છે એટલું છે. આત્મા કર્તા અને જ્ઞાનના પરિણામનું કાર્ય એનું વ્યાપ્ય, એટલું છે! ભેદથી. આહાહા.. હા !
(કહે છે કે, “આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી' –ભગવાન આત્મા કર્તા એટલે કે સ્વતંત્રપણે કર્તા હોવાથી–સ્વતંત્રપણે વ્યાપક એટલે પ્રસરતો હોવાથી-કર્તા હોવાથી, વ્યાપક એટલે કર્તા આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે!
આહાહાહા ! સમજાવવામાં શું આવે શૈલી !
આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે વીતરાગી પરિણામ, જ્ઞાનના પરિણામ, શ્રદ્ધાના પરિણામ, શાંતિના પરિણામ, આનંદના પરિણામ-જ્ઞાનના પરિણામ એટલે આ બધાં પરિણામ કીધાં એ એટલે કે “પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે' - એ રાગના જ્ઞાનનો આત્મા કર્તા છે. આહાહા ! રાગનો નહીં.
આહાહાહા ! “અને પુદગલ પરિણામનું જ્ઞાન' એટલે રાગનું જે જ્ઞાન, સમજાવવું છે ને “તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી” આહા. હા! “કર્મ છે - તે આત્માનું કાર્ય છે. “પુદ્ગલપરિણામનું જ્ઞાન” – એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી” એટલે એ આત્મા વડે સ્વયં કરાતું હોવાથી વ્યપાતું હોવાથી એટલે કાર્ય થતું હોવાથી કર્મ-કાર્ય છે!!
ઝીણું ભારે આવ્યું ભાઈ આજ તો! (શ્રોતા ) ફરીને લેવું! (ઉત્તર) હું? આવે છે તે શબ્દો પુદ્ગલના ! આહાહા ! આવું છે.
આહા! “વળી આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે” – એ રાગનું જ્ઞાન કરે છે માટે રાગ એ પુદ્ગલપરિણામ એટલે જે રાગ એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. આહા. હા! ફરીને “આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પુદ્ગલકર્મ, જ્ઞાતાનું વ્યાપ્ય છે” – રાગનું જ્ઞાન કરે છે માટે રાગ વ્યાપ્ય છે આત્માનું એમ નથી. રાગનું આંહી જ્ઞાન કરે છે માટે આત્માનું વ્યાપ્ય-ઉત્પન્ન થઈને રાગવ્યાપ્ય છે એમ નથી. (અ) રાગ વ્યાપક-કર્મના પરિણામ વ્યાપક છે ને જ્ઞાન વ્યાપ્ય છે, એમ નથી.
આહા... હા.! આ સમયસાર !!
(કહે છે) “વ્યાયરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા-આત્મા પુદ્ગલપરિણામનું એટલે રાગનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી” રાગનું જ્ઞાન કરે છે માટે પુદગલપરિણામ આત્માનું વ્યાપ્ય છે જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું વ્યાપ્ય છે – રાગનું જ્ઞાન કરે છે માટે રાગ, આત્માનું કાર્ય-વ્યાપય છે એમ નથી.
કો “ભાઈ....? આવું ઝીણું છે!! સમયસાર ! સમયસાર !!
આહા.. હા! “આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે. તેથી, એમ પણ નથી કે રાગ-દ્વેષ પુદ્ગલપરિણામ, જ્ઞાતાનું વ્યાપ્ય છે. આહાહા ! જ્ઞાતાનું વ્યાપ્ય તો જ્ઞાનના પરિણામ છે, રાગનું જ્ઞાન માટે એ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ નથી.
આહા... હા! (શ્રોતાઃ) રાગ તો પુ લપરિણામ છે! (ઉત્તર) હું? એ વાત પહેલી ક્યાં હતી? હવે ટૂંકું કરી નાખીને. પુંગલદ્રવ્ય કહી દીધું. (શ્રોતા ) રાગ કર્મ થયું ને વ્યાપ્ય નહીં? (ઉત્તર).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com