________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
શ્રી પ્રવચન રત્નો -૧ આહા! એ બધું મારામાં નહીં... એ બધું મારું નહીં, મારે લઈને એ નહીં, એને લઈને હું નહીં. આહા! આવી વાત છે. આવો માર્ગ છે. શરીરને લેશે જુદું પણ ખરેખર એ નોકર્મમાં જાય છે. શરીર વાણી, આ પર વસ્તુ મકાન કપડાં દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી બધું નોકર્મ એ મારું સ્વરૂપ નહીં, એ મારાં નહીં એ મારામાં નહીં એમાં હું નહીં આહાહાહા !
સમ્યગ્દષ્ટિ ધર્મન પહેલી સીઢીવાળો આ રીતે આત્માને અને પરને જાણે છે દુનિયાને આ બેસવું કઠણ પડે. અને કહે છે કે આ એકલો નિશ્ચય થઈ ગયો પણ વ્યવહાર ક્યાં?”
પણ વ્યવહાર એટલે શું?
પર વસ્તુને વ્યવહાર કહીએ... તે કોઈ વસ્તુ આત્માનાં નથી. સ્વને નિશ્ચય કહીએ અને પરને વ્યવહાર કહીએ. પર એ તારામાં નથી, અને તું એનામાં નથી.
અરે! એ કે' દી નિર્ણય કરે અને ક્યારે અનુભવ કરે ને ક્યારે જન્મ મરણનો અંત આવી.... આહા !
નોકર્મ.... એ મન મારું નહીં... આઠ પાંખડી આકારે છે. આત્મા વિચાર કરે એમાં નિમિત્ત એ જડ છે. એ હું નહીં. .. મન (તે) હું નહીં... હુ મનનો મનમાં રહીને જાણનારો નહીં... મન મારું તો નહીં પણ મનમાં રહીને મનને જાણનારો નહીં. હું તો મારામાં રહીને મનને ભિન્ન તરીકે જાણું એ પણ વ્યવહાર આહાહાહા! અહીં સુધી પહોંચવું... !
ઓલું તો સહેલું.... વ્રત કરો-તપ કરો-સેવા કરો-અપવાસ કરો એકબીજાને મદદ કરો-પૈસા આપો. મંદિર બનાવો -જાત્રા કરી શત્રુંજય અને ગીરનારની.. આ બધું સહેલું સટ... આહા ! એવું તો અનંતવાર કર્યું છે ભાઈ.... એ રાગને પોતાનો માનીને અનંતા મિથ્યાત્વના સેવન કર્યા છે. આહા !
મન (તે) હું નહીં. વાણી હું નહીં.... વાણી તો જડની પર્યાય છે... જડની પર્યાય તો મારામાં અસત છે. હું પણ હું તો સત્ છું... પણ વાણીપણે અસત્ છું... મારી અપેક્ષાએ વાણી અસત્ છે. વાણી વાણીને અપેક્ષાઓ સત્ છે... મારી અપેક્ષાએ વાણી અસત્ છે. આહાહાહા! ઘણાં વેણ (વચન) મૂકી દીધાં છે.
કાયા. એ શરીર (તે) હું નહીં આ હાલે ચાલે તે અવસ્થા તે હું નહીં. આહા! આ બોલાય છે (ભાષા) તે હું નહીં. એ જડ છે. આ કેમ બેસે ? જ્યાં ત્યાં અભિમાન! હું કરું હું કરું એજ અજ્ઞાન છે. શકટનો ભાર જયમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરુ અડયું. હોય તો જાણે કે ગાડું મારાથી ચાલે છે. અમે આ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તો જાણે મારાથી થાય છે. એ કુતરો છે ! અહા !
એ કાયા મારી નહીં... એ કાયાની ક્રિયા મારી નહીં. એ કાયાની હલવા ચાલવાની ક્રિયામાં હું નહીં આહા ! એને તો હું જાણનારો છું. શરીર છે એનો હું જાણનારો છું. એ શરીરમાં રહીને નહીં.. પોતામાં રહીને એને હું પૃથ્થક તરીકે જાણું છું. એ પણ વ્યવહાર છે. હું જાણનારો છું. હું જ્ઞાયક છું. વિશેષ પછી કહેશે..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com