________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪
શ્રી પ્રવચન રત્નો -૧ સ્વરૂપ શુદ્ધ એકરૂપ ચૈતન્ય છે. એનાં અવલંબનથી નિર્મળ પર્યાય અનેક થાય છે એ નિર્મળ પર્યાયો એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષ ન લીધું! દષ્ટિ અભેદ ઉપર છે. જ્ઞાનની એકાગ્રતા... શુદ્ધિ વધે છે તો કહે છે કે એકપણાની પુષ્ટિ કરે છે. એકાગ્રપણાની પુષ્ટિ કરે છે. આહા.... હા! એકાગ્રપણાની પુષ્ટિ કરે છે... આહા.. હા ! છે ?
ત્યાં સુધી આવ્યું' તું પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.' એક પદને જ અભિનંદે છે. અર્થાત્ જ્ઞાયકભાવ જે ભગવાન (આત્મા છે) એના તરફના અવલંબનથી અનેક પ્રકારની નિર્મળ પર્યાયો મતિ, શ્રુત, અવધિ ઉત્પન્ન થાય છે એ બધી એકપણાની પુષ્ટિ કરે છે. સ્વભાવમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે છે. આહા.. હા !
રાગને દયાદાનના વિકલ્પ એ તો ક્યાંય બહાર રહી ગયા! એ કોઈ ધરમ નથી, ધરમને કારણે ય નથી... આહા... હા !
તે વાતને દષ્ટાંતથી સમજાવવામાં આવે છે' આંહી સુધી આવ્યું તું કાલ. “ જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય” વાદળનાં દળથી ઢંકાયેલ સૂર્ય “જો કે વાદળાંના વિઘટન અનુસાર” વાદળ ના વિખરવા અનુસાર પ્રગટપણું પામે છે” શું? પ્રકાશ. “તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશ સ્વભાવને ભેદતા નથી.' પ્રકાશ વિશેષ, વિશેષ, પ્રગટ થાય છે એ સામાન્યને ભેદ કરતા નથી તે એકત્વ કરે છે આહા.... હા ! બહુ ઝીણું!
અંતરમાં ભગવાન આત્મા એકરૂપ – જ્ઞાન એકરૂપ એનું અવલંબન લેવાથી નિર્મળથી નિર્મળ એમ અનેક પર્યાયો ઉત્પન્ન થાય છે, પણ ઈ (પર્યાયો) અનેકપણાને પ્રાપ્ત થતી નથી એ સ્વરૂપની અંદર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આહા... હા! શું કહે છે? અરે.. વીતરાગ મારગ બાપા!
ભગવાન આત્મા, જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ! એનાં અવલંબનથી જે શુદ્ધિની વૃદ્ધિ એક પછી એક થાય છે એ અનેકપણાને પુષ્ટ નથી કરતી આંહી એમ કહે છે. અંતરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. સમજાણું? સૂર્યના આડા વાદળાં છે એ જેમ જેમ વિખરાઈ છે તેમ તેમ પ્રકાશ વિશેષ વિશેષ થાય છે એ (વિશેષપણું) પ્રકાશની પુષ્ટિ કરે છે. અનેકપણાની નહીં પ્રકાશની પુષ્ટિ કરે છે. આહા.... હા ! આવી... ધરમની વાતું!
એ ભાઈ ? અરે રે છે કરોડપતિ બધા દુઃખી છે એમ કહે છે. અરે રે ક્યાં છે ભાઈ...! તારું પદ ક્યાં છે? તારું પદ તો અંદર છે ને...! અને તે એકરૂપ પદ ભગવાન આત્મા દર્શનજ્ઞાન આનંદ એકરૂપે છે. ઈ એકરૂપમાં એકાગ્રતા થાય છે અને ઈ એકાગ્રતામાં શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છે. અનેકતામાં લક્ષ નહીં ત્યાં, ઈ અનેકતા એકતાની પુષ્ટિ કરે છે. આહા...! સમજાણું કાંઈ....?
(જેમ) સૂર્યનો પ્રકાશ, વાદળના વિખરવાથી જેમ વિશેષ થતો જાય છે તો એ (વિશેષતા) પ્રકાશની પુષ્ટિ કરે છે. (પ્રકાશ તેજ તેજ થતો જાય છે) સમજાણું કાંઈ...? હવે આવી વાતું! ધરમને માટે, (લોકો કહે છે મારે ધરમ કરવો છે બાપુ! પણ ભાઈ..ધરમ આ રીતે થાય.. ભાઈ ! ભગવાન તું જ્ઞાનસ્વરૂપે બિરાજમાન છો ને...! ...એ તરફના ઝૂકાવથી જે શુદ્ધિની, એક પછી એક અનેક પ્રકારની પર્યાયો ઉત્પન્ન થાય છે એ અનેકપણું, એકપણાની પુષ્ટિ કરે છે શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ, વૃદ્ધિ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com