________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૨૦૧ છે ને વિશ્વ ઉપર તરતો (સમયસાર) એકસો ચુંમાલીસ (ગાથામાં) આવે છે. યાદ ન હોય કયે ઠેકાણે છે ભાવ મગજમાં રહી ગ્યો હોય! વિશ્વવમાં તરતો ત્યાં એકસો ચુંમાલીસમાં આવે છે. કર્તાકર્મમાં છે. ઘણે ઠેકાણે આવે છે.
આહા... હા! ભગવાન આત્મા રાગથી ને પર્યાયથી ભિન્ન તરતો આહા...! પર્યાયનો પણ જેમાં પ્રવેશ નહીં (એવો ધુવ આત્મા)! જો તારા ત્રિકાળીનું અવલંબન લે, તને આત્મલભાવ થશે, ભ્રાંતિનો નાશ થશે – આત્મલાભ થશે – અણાત્માનો પરિહાર સિદ્ધ થશે. પુણ્યભાવ એ અણાત્મા છે. અરેરે ! હવે આંહી આત્મા, તો એ અણાત્મા છે. આંહી ધર્મ તો એ અધર્મ છે. આંહી પવિત્રતા તો એ અપવિત્રતા છે. આહા.. હા!
આહા... હા.! આકરું કામ ભાઈ..!
અને તે ચાંડાલણીના પુત્ર બેયને કહ્યું છે. પુણને પાપ. બ્રાહ્મણને ત્યાં ઊછર્યો તે કહે આ મને ખપે નહીં, આ મને ખપે નહીં. પણ તું કોણ છો? મૂળ તો છો ચાંડાલણીનો પુત્ર! એમ પુણ્યભાવ વાળો કહે કે આ મને ખપે નહીં ફ્લાણું ખપે નહિ પણ તારો એ પુણ્યભાવ ચાંડાલણીનો પુત્ર છે. વિભાવનો પુત્ર છે. એવું લખ્યું છે. “કળશટીકા ” માં.
પુણભાવવાળા એમ માને આ મારે ખપે નહીં આ ખપે નહીં, એ ચાંડાલણનો પુત્ર હોય ને માને બ્રાહ્મણીનો છું એવું છે એને આહા... હા..! અમારે વિષય ભોગ હોય નહીં અમારે સ્ત્રીનો સંગ હોય નહીં, સંગ નથી પણ તારો ભાવ શું છે? ભાવ તો શુભ છે રાગ છે એ રાગ તો ચાંડાલણીનો પુત્ર છે. ચાંડાલણીનો બીજો પુત્ર છે. તે કહે છે કે મને ખપે છે. આ ચાંડાલણીનો દિકરો છે તે કહે છે મારે ખપતો નથી ! આહા... હા...!
કીધું? ચંડાલણીના બે દિકરા છે તે એક દિકરો કહે કે આ મને માંસ ખપે નહીં (બીજા કહે કે મને ખપે) એ ચાંડાલણીનો પુત્ર છે. મહાવ્રતના પરિણામ. મહાવ્રતના પરિણામવાળો કહે કે આ મને ખપે નહિ ભોગ ખપે નહિ, સ્ત્રીનો સંગ ખપે નહિ પણ ભાવ તારો છે એ તો શુભભાવ છે એ ચાંડાલણીનો પુત્ર છે. આહા.... હા ! એય..? (શ્રોતાઃ) આકરુ પડે એવું છે! (ઉત્તર) આકરું પડે એવું! (શ્રોતા) ગળે ઊતરે એવું નથી. (ઉત્તર:) સંસારની વાત કેમ ગળે ઊતરી જાય છે ઝટ ! આ તો અંતરની વાત છે પ્રભુ! આ બહારમાં બધુ મનાવી દીધું છે. સાધુએ! વ્રત કરો ને અપવાસ કરોને... સેવા કરોને... સાધર્મીને મદદ કરો ને....! આહા... હા ! છે દુનિયાને.. બહારનું મહાભ્ય છે. એ તો.
આહીં કહે છે કે “અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે” અણાત્મા કોણ ? પુણ્ય. પાપ તો ઠીક.... પણ પુણ્ય છે એ અણાત્મા છે, અજીવ છે. આહા... હા... હા! અજીવનો પરિહાર થાય છે.
એ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ! એના અવલંબનથી નિજદની પ્રાપ્તિ થાય છે ભ્રાન્તિનો નાશ થાય છે આત્માનો લાભ થાય છે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. આહા... હું બહુ સરસ !
ઓલા કહે છે કે અણાત્મા રાગ સાધન છે. - વ્યવહાર સાધન છે. નિશ્ચય સાધ્ય આંહી તો કહે છે આત્માનો લાભ થાય છે તો અનાત્માનો પરિહાર થાય છે. આહાહાહા ! અરે રે! જે વ્યવહાર અણાત્મા છે એનાથી આત્માને લાભ થશે? આંહી કહે છે આત્માનો લાભ જ્યારે થાય છે અંતર ત્યારે અણાત્માનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com