________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨
શ્રી પ્રવચન રત્નો- ૧ આપતાં એનાથી થતો નથી (વિકાર) પણ એના–નિમિત્તના લક્ષ થાય છે. આહા.... હા.. હા.. હા... હા..! માટે એમ નકકી થયું કે પર દ્રવ્ય નિમિત્ત છે' હો? નિમિત્ત છે, નથી એમ નહીં એ જે લોકો કહે કે નિમિત્ત. નિમિત્ત છે.
ભાઈ.. એ (પંડિત) નક્કી કર્યું કે સોનગઢવાળા નિમિત્ત નથી એમ નથી કહેતા પરંતુ નિમિત્તથી થાતું નથી પરમાં (કાંઈ ) એમ (સોનગઢ) કહે છે. વાંધા આખા ! જુઓ ત્યાં પરદ્રવ્ય નિમિત્ત છે. પણ ‘નિમિત્ત' છે ને ! ' નિમિત્ત તો પોતે કરે છે ( વિકાર), વિકાર પરને લક્ષ કર્યો તો તેને નિમિત્ત કહેવાણું વિકાર કર્યો પોતે ઈ કાંઈ એનાથી (નિમિત્તથી) વિકાર થયો નથી. આહા.... હા ! સમજાણું કાંઈ..?
દ્રવ્ય – પરદ્રવ્ય નિમિત્ત છે, એટલે કે સ્વદ્રવ્ય જે ઉપાદાન છે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન? એનો તો આશ્રય છે નહીં. આહા...હા...! એથી તેના આશ્રય વિના, દષ્ટિ ક્યાંક તો પોતાનું અસ્તિત્વ કબૂલવું જોઈશે એથી સ્વદ્રવ્યમાં આશ્રય વિના, પરદ્રવ્યના લક્ષે વિકાર થયો એ મારો છે એમ માનીને, અજ્ઞાનપણે રાગદ્વેષનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહા.... હા... હા.!
આવું યાદે ય રહે શી રીતે ? એક કલાક સુધી આવી વાતું પ્રભુ! આહા! પ્રભુ તારી વાતું મોટી છે ભગવાન! ભગવાન છો તું.... પરમાત્મા છો તું! ઈશ્વર છો ! એ તને તારી ખબર નથી. આહા... હા...! તારી મોટપની, મહિમાની સર્વજ્ઞપ્રભુ પણ પૂરું કહી શકે નહીં એવી પ્રભુ તારી મહિમામોટપ છે અંદર એક-એક આત્માઓ! એવા ભગવાન આત્માઓ બધાં શરીરમાં (શરીરાદિથી) ભિન્ન ભિન્ન બિરાજે છે. આહા... આહા..!
એવા ભગવાન આત્માનો સ્વભાવ દોષનો અકારક છે કેમ કે દોષ છે નહીં વસ્તુમાં. અનંતા ગુણો છે પણ ઈ બધા પવિત્ર છે. તેથી તેનો કોઈ ગુણ દોષ કરે એવો ગુણ નથી. તેથી તે તેના દ્રવ્યના આશ્રયે દોષ ન થતાં, જે દ્રવ્યમાં નથી એવા પર દ્રવ્યો ઉપર લક્ષ જતાં – પર દ્રવ્ય ઉપર લક્ષ જતાં હો! પરદ્રવ્ય (વિકાર) કરાવે છે એમ નહીં આહા...હા...હા....! ભગવાન પૂર્ણાનંદનો નાશ અંદર, એના ઉપર લક્ષ નહિ હોવાથી, એનું લક્ષ પર ઉપર જાય છે. પોતાનું અસ્તિત્વ પ્રભુ પોતાની મોટાઈની ખબર નથી, એથી એનું લક્ષ પર ઉપર જાય છે અનાદિથી, એ પરવસ્તુ છે ઈ નિમિત્ત છે અને એ નિમિત્તથી થતા ભાવ, પોતાના પોતાથી થાય છે. નિમિત્તથી નહીં, સ્વભાવથી નહિ! સમજાણું કંઈ....?
“પદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે” “જો એમ ન માનવામાં આવે તો” – જો આમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય' - જો આમ ન માને તો ભગવાને એમ કહ્યું છે. કે તારું પદ્રવ્ય ઉપર લક્ષ જતાં તને વિકાર થાય છે, તેથી તે તેનો કર્તા થાછો આહા.... હા.... હા.! સમજાણું? વસ્તુ (આત્મદ્રવ્ય) કર્તા છે નહીં, વસ્તુતો આનંદકંદ પ્રભુ છે આહા... હા.... હા..!
શું કહ્યું? “જો એમ ન માનવામાં આવે તો દ્રવ્યઅપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ જાય, શું કહે છે? એટલે એ રાગનો કર્તા છે. અજ્ઞાનભાવે રાગનો કર્તા છે. એ નિમિત્તને લક્ષ કર્તા છે. અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં આહા! નિમિત્તને લક્ષે રાગદ્વેષ થાય છે તે વાસ્તવિક છે. સમજાણું? એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com