________________
કાળનો દોષ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૧૯૯ આંહી તો પર્યાયમાં શુદ્ધિ વધે એ ઉપર લક્ષ ન કરવું એમ કહે છે. અંદરમાં લક્ષ ગયું છે એ દ્રવ્યમાં ત્યાં જ લક્ષ જમાવી દે! એથી શુદ્ધિ ભલે અનેકપણે વધે – અનેકપણે દેખાય પણ અંદરમાં તો એકપણે શુદ્ધિ વધતી જાય છે. આહા.... હા ! જરી વિષય ઝીણો છે!
આહા. હા! “માટે જેમાં સમસ્ત ભેદ દૂર થાય છે. એવા આત્મ સ્વભાવ ભૂત' આત્માનો.... સ્વભાવ. ભૂત એ “જ્ઞાનનું જ એકનું આલંબન કરવું જોઈએ' એકરૂપ ભગવાન આત્મા એનું અવલંબન કરવું જોઈએ.... આહા.... હા ! પર્યાય ભલે અનેક હો પણ છતાં આલંબન તો એકમાં એકનું જ લેવું જોઈએ... આહા... હા !
સમજાય એવું છે પ્રભુ! આત્મા કેવળજ્ઞાન લઈ શકે અંતમૂહૂર્તમાં અરે ! એના વિરહ પડી ગ્યા! પંચમકાળ ! કાળ નડયો નથી, પણ એની પર્યાયમાં હીણી દશાનો કાળ પૂરી દશાનો કાળ પોતામાં પોતાને માટે નહીં આહા... હા ! પોતાનો છે ને સ્વયં એ દોષ પોતાનો કાળ નહીં કાળ - કાળ નહીં! હીનતા એ વૃદ્ધિ એ વૃદ્ધિ નહીં પામતી એ નડતર છે. આહા.... હા ! સમજાણું કાંઈ..?
આહા...! “એવા આત્મસ્વભાવ ભૂત જ્ઞાનનું એકનું જ' આત્મ જ્ઞાન છે ને...! તેથી સ્વભાવભૂત જ્ઞાન, જે સ્વભાવભૂત આત્મા છે ત્રિકાળ એમ જ્ઞાન, સ્વભાવભૂત એ જ્ઞાનનું જ એકનું અવલંબન કરવું જોઈએ... આહા.... હા !
“તેના આલંબનથી જ ભાષા દેખો! ભગવાન શાયકસ્વરૂપ ત્રિકાળ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ! તેના અવલંબનથી જ' જોયું? અવલંબનથી “જ' નિશ્ચય લીધો. આ જ વસ્તુ છે. તેનો પ્રભુ પૂર્ણાનંદનો નાથ! દ્રવ્ય સ્વભાવ તેના અવલંબનથી જ, પાછું બીજાનું અવલંબન નહીં માટે “જ' મૂક્યો છે. પર્યાયનું અવલંબન નહીં, રાગનું નહીં નિમિત્તનું નહીં આહા. હા! તેના અવલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે... પર્યાયમાં.
નિજ પદ જે ત્રિકાળ છે તેના અવલંબનથી જ પાર્ટયમાં નિજપદની પૂરણ પ્રાપ્તિ થાય છે. આહા.... હા..! સમજાણું? ફરીથી, આમાં કાંઈ પુનરુક્તિ ન લાગે આમાં, ભાવનાનો ગ્રંથ છે ને....! હું? નિજસ્વરૂપ પૂર્ણાનંદનો નાશ તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો નિજપદ તો છે જ. તેના અવલંબનથી જ પૂરણપર્યાય નિજપદની પ્રાપ્તિ તેનાથી થાય છે. આહા... હા !
આંહી તો હજી બહારમાં તકરારું! ઝગડા અરે રે! એ વ્યવહાર ઉથાપે છે ને..! એકાંત નિશ્ચય સ્થાપે ને. આવા ઝગડા બધા !
પ્રભુ! વાત તો આવી જ છે. આંહી તો પર્યાયની અનેકતા પણ આશ્રય કરવા લાયક નહીં. તો વળી રાગને દયાદાનને આશ્રય કરવો. આહા.... હા! આ વાત વીતરાગ સિવાય ક્યાંય નથી. વીતરાગ
સ્વભાવી ભગવાન પ્રભુ (આત્મા), વીતરાગ સ્વભાવભૂત આત્મા, તેના અવલંબનથી જ વીતરાગી પર્યાયની પૂર્ણતાની નિજપદની પ્રાપ્તિ થાય છે. આહા.... હા! કોઈ રાગના કારણે કે નિમિત્તના કારણે ઈ પૂરણપર્યાયની પૂર્ણતાની પ્રાપ્તિ નથી થતી. સમજાણું કાંઈ ?
તેના આલંબનથી નિજપદની પ્રાપ્તિ થાય છે એકવાત. અતિથી પહેલાં લીધું “ભ્રાંતિનો નાશ થાય છે” મિથ્યાતત્ત્વનો નાશ નિજપદના અવલંબનથી થાય છે. બીજી કોઈ ચીજ નહીં. ભ્રાંતિ નામ મિથ્યાત્વ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com