________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૯૭
આવો વિષય! કાલ કોઈ પૂછતું' તું અનેક અપેક્ષાથી કાલ સવારમાં વાત આવી. ભઈ ! જ્ઞાનની વિશેષતાની મહિમા જ એવી છે એના પડખાં એટલાં પડખાં છે. આહા.. હા!
આંહી કહે છે કે જ્ઞાનસ્વરૂપ ભગવાન (આત્મા) પરના સ્વભાવ ને નિમિત્તને વશ થઈને ભાવ થાય છે એના અભાવગુણના કારણે ઈ કર્મનું ઘટવું થયું પણ અહીંયા તો પોતાના અભાવગુણના કારણે રાગના અભાવ સ્વભાવરૂપે પરિણમવું એ પોતાને કારણે છે. આહા... હા ! કર્મના ઘટવાને કારણ શુદ્ધિ વધે છે એ તો નિમિત્તનું કથન છે.. આહા.. હા ! સમજાણું કાંઈ ?
આહા ! તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો” પહેલી શુદ્ધિ થોડી પછી વિશેષ, એવો હીનાધિકતારૂપ ભેદ “તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે' ભલે ઈ વૃદ્ધિ પામે શુદ્ધિ પણ એ સામાન્યજ્ઞાનને પુષ્ટિ કરે છે. સામાન્ય નામ ત્રિકાળ ને તેનું અવલંબન લેવું ઈ સામાન્ય. એની પુષ્ટિ કરે છે. આહા.. હા !
આવી. વાતું હવે આહા.... હા વીતરાગમારગ બહુ અલૌકિક પ્રભુ ! એવી વાત ક્યાંય છે નહીં, સર્વજ્ઞવીતરાગ સિવાય. પણ સમજવું એ અલૌકિક વાત છે ભાઈ....!
આહા...! “તેના જ્ઞાનની હિનાધિકતારૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી ? ભગવાન સામાન્ય ત્રિકાળ છે એને તો ભેદતા નથી, પણ સામાન્યમાં એકાગ્રતા છે એનો ય ભેદ કરતા નથી. એકાગ્રતાની તો પુષ્ટિ કરે છે. સમજાણું કાંઈ...? વાહ રે વાહ! “પરંતુ ઊલટા તેને અભિનંદે છે” આહા...! આત્માના અવલંબનથી શુદ્ધિની અનેકતા હોવા છતાં પણ ઈ એકતાની પુષ્ટિ કરે છે. ભેદની પુષ્ટિ નથી. સમજાણું કાંઈ... ? આવી વાત છે? અરે લોકોને સ્થળ મળે ! એમાં સાંભળીને સંતોષ થઈ જાય (અને માને) કાંઈક ધરમ કર્યો! ' અરે ! પ્રભુ કયારે અવસર મળે? પ્રભુ ભાઈ ! આહા! સત્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ પ્રભુ! સૂર્યસમાન પ્રકાશનો પંજ! જ્ઞાનના પ્રકાશનો પુંજ! એ તો ત્રિકાળી. પણ એના અવલંબને શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થવા છતાં પણ એકતાની પુષ્ટિ કરે છે અનેકમાં ખંડ નથી થતા. એકતાના ખંડ નથી થતાં એકતાની પુષ્ટિ કરે છે. સમજાણું?
એ ભાઈ ? આવી વાતું છે આ અરેરે ! દેખાવા સારુ અર્થ (ટીકા) કરી છે?
બાપુ! બહારમાં ક્યાં શરણ છે? એ વખતે પણ જો ભગવાન આત્માના સ્વભાવની દષ્ટિ કરે તો શરણ મળી જાય. સમજાણું કાંઈ... ? કેમકે ભગવાન (આત્મા) વિધમાન, ત્રિકાળ વિદ્યમાન છે. એમાં અવિધમાનપણું તો બિલકુલ છે જ નહીં આહા...હા...હા! એવો જે ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન પ્રભુ! સત્તા, વસ્તુ પોતાની સત્તા, હયાતિ મૌજુદગી ત્રિકાળ રાખનારો, એનો આશ્રય લેવાથી શુદ્ધિની અનેકતા પર્યાયમાં ભાસે છતાં તે અંતરની શુદ્ધિની પુષ્ટિ કરે છે. અંતરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે.
જરી ઝીણું છે ભાઈ ! સમજાણું કાંઈ.. ?
સમયસાર તો માખણ એકલું છે! જૈનદર્શનનું! જૈન દર્શન એટલે કોઈ પંથ નથી. વસ્તુ દર્શન! જેવી જગતની વસ્તુ છે એ વસ્તુની દશા કેવી, વસ્તુની શક્તિ કેવી વસ્તુનું વસ્તુપણું શું? એ બતાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com