________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૧૯૩
690
" 66
શ્રી સમયસાર ગાથા-૨૦૪ પ્રવચન ક્રમાંક: ૨૮૩ દિનાંક: ૧૩-૮-૭૯
S
?
05 -0.
સમયસાર, બસો ચાર ગાથા ફરીને થોડું!
આ આત્મા વાસ્તવમાં (અર્થાત્ ) ખરેખર પરમ પદાર્થ છે. અને તે આત્મા જ્ઞાન છે” આત્મા પરમપદાર્થ છે. જ્ઞાન સ્વરૂપ છે. “અને આત્મા એક જ પદાર્થ છે” આત્મા એક જ પદાર્થ છે. એટલે જ્ઞાન એક જ પદાર્થ છે. આત્મા એકસ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક સ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. કેમકે આત્મા જ્ઞાન છે. “જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.”
જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એના તરફની દષ્ટિ-એકાગ્રતા એ મોક્ષનો ઉપાય છે. આહા! પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ – મોક્ષ – ઉપાય છે.'
અવિનાશી તો આંહી ભગવાન છે! આહાહા! એના નાશવાન (દેહ) ઉપર તો લક્ષ કરવાનું નથી, પણ રાગને પર્યાય ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. આહા! એ આત્મા પદાર્થ જ્ઞાનસ્વભાવી (છે) એટલે આત્મા એક છે તે જ્ઞાન પણ એક જ સ્વરૂપ છે.
અરે....ભગવાન તું કોણ છે? એને જો ને... આહાહા ! એવી દશાઓ (મરણની) અનંતવાર થઈ. હવે તારે તારું કલ્યાણ કરવું હોય, આવા અવસરમાં તો ભગવાન આત્મા એક સ્વરૂપે છે તો એનું જ્ઞાન પણ એકસ્વરૂપ છે આહા.. હા ! એ મોક્ષનો ઉપાય છે. અંદર એકસ્વરૂપ જ્ઞાન છે એ તરફનું અવલંબન લેવું એ મોક્ષનો ઉપાય છે... જનમ-મરણથી રહિત થવાનો ભાવ એ એક જ છે ભાઈ !
આહા...! “અહીં, મતિજ્ઞાન આદિ' ભેદજ્ઞાનથી પર્યાયમાં મતિ, શ્રુત, અવધિ ( જ્ઞાનમાં) ભેદો આ એક પદને ભેદતા નથી” ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાય, અનેકપણે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે એ એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષ ન હો અને જ્ઞાનસ્વભાવ ઉપર નજર હો તો જ્ઞાનની શુદ્ધિની પર્યાય ભલે મતિ, શ્રુત, અવધિના ભેદ હો પણ ઈ એકપણાને અભિનંદે છે. આહા..હા જે જે જ્ઞાનની નિર્મળ થાય તે તે નિર્મળદશા આની પુષ્ટિ કરે છે. આહા.! સમજાણું કાંઈ...?
નિર્જરા અધિકાર છે ને ! આહા..! એ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ છે. એના અવલંબનથી શુદ્ધતાની સંવર-નિર્જરાની પર્યાય શુદ્ધ પ્રગટી છે એ પૂરણ શુદ્ધિનું કારણ છે. પૂરણ શુદ્ધિ એટલે મોક્ષ.
પણ... અહીંયાં કહે છે કે પર્યાયમાં અનેકપણારૂપ જ્ઞાન થાય છે ને...! એ અનેકપણું ઉત્પન્ન થાય, પણ ઈ એકપણાને અભિનંદે છે. સ્વભાવની પુષ્ટિ કરે છે. આહા.... હા!
ઝીણી વાતું બહુ ભાઈ....
એ ચૈતન્ય ભગવાન આત્મા એક પદરૂપે – એકસ્વરૂપે હોવા છતાં, તેનો આશ્રય લઈને નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય, એકપણાને અભિનંદે ને પુષ્ટિ આપે છે. સમજાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com