________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૪૯ બધાં (પુગલ પરિણામ !)
ભગવાન (આત્મદ્રવ્ય) તો પવિત્રનો પિંડ એનાં પરિણામ રાગ કેવાં? આહા..હા! કો” ભાઈ..?
આહા... “પુદ્ગલપરિણામનું જ્ઞાન” ( ટીકામાં કહ્યું) ઈ છે આત્માનું જ્ઞાન! પણ.... માથે કહ્યું છે ને...! “આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે.”
કહે છે “પરમાર્થ પુદ્ગલપરિણામના જ્ઞાનને' આહાહા ! છે? શરીરની અવસ્થા ઈ નોકર્મની તે પુદ્ગલના પરિણામ અને અહીં દયા-દાન-વ્રતાદિના પરિણામ તે પુદ્ગલના પરિણામ !
કર્મથી આમ થાય ને પુદ્ગલથી-શરીરથી આમ થાય બેય પુગલના પરિણામ.
આહા. હા! “પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી ' આહ.. હા ! “પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદગલને ઘટકુંભારની જેમ (એટલે ) કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય તેનો અભાવ છે એમ પુદગલપરિ જ્ઞાનને અને પુગલને જેમ કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય ( એવા વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે, ( એમ ) પુદગલના પરિણામ છે રાગ એ પુદગલના પરિણામના જ્ઞાનને અને પુગલને વ્યાપ્યવ્યાપકના અભાવ છે. આહા.. હા ! રાગનું જ્ઞાન એ રાગના કારણે છે એવો અભાવ છે. પરમાર્થે પુદ્ગલપરિણામ એટલે રાગ (બધો) આવી ગયો, દ્વેષ આવી ગયો, એ પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુગલને એ જ્ઞાનને અને પુદ્ગલને, ઘટ અને કુંભારની જેમ, વ્યાપ્યવ્યાપકનો અભાવ છે.
આહા.. હા! શું કીધું ઈ.?
કે, પુદ્ગલપરિણામ-રાગાદિ એનું જે જ્ઞાન, અને રાગ આદિ પુદ્ગલ, તેને વ્યાપ્યવ્યાપક (ભાવનો) અભાવ છે. ઘટ અને કુંભારની જેમ. શું કીધું ઈ.? કુંભાર એ ઘટના કર્તાકર્મપણે નથી. કુંભાર વ્યાપક પ્રસરનાર અને ધડો તેનું વ્યાપ્ય તેમ નથી.
આહા..! આ રાગ પુદ્ગલના પરિણામ અને તેનું જ્ઞાન, અને રાગ, પુદ્ગલને (અર્થાત) પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને, કુંભાર અને ઘટની જેમ (એટલેકે) રાગ છે તે વ્યાપક છે અને જ્ઞાન આત્માનું થયું તે વ્યાપ્ય છે ઈ ઘટ-કુંભારની જેમ અભાવ છે ઘટ છે તે કાર્ય છે કુંભારનું એનો અભાવ છે તેમ રાગ છે તે જ્ઞાનનું વ્યાપ્ય-કાર્ય છે તેનો અભાવ છે.
આહા.. હા! આવી વાતું છે!!
પહેલું તો એમ કહ્યું હતું “રાગનું જ્ઞાન” પછી એમ કહ્યું. કે “રાગનુંજ્ઞાન” ઈ કાર્ય છે એનો અભાવ છે જેમ ઘટ (કાર્ય) માં કુંભારનો અભાવ છે એમ રાગના જ્ઞાનપરિણામ કીધું તે કાર્ય એનું છે (એનો ) અભાવ છે.
ઝીણી ઝીણી ! બાપુ, આ ગાથા જ એવી છે !
આહા.. હા! ત્રણલોકના નાથ એ વાણી કરતા હશે, ગણધરો ને ઈદ્રો સાંભળતા હશે આહા..! એ કેવું હશે! બાપુ! ત્રણલોકનો નાથ બિરાજે છે! દિવ્યધ્વનીમાં ઈદ્રો બેસે, ગણધરો બેસે! આહા! એકાવતારી ઈદ્ર ઈ સાંભળે (વાણી !) બાપુ, એ વાત બીજી હોય! આહા! એ ત્રણ જ્ઞાનના ધણી ! એકાવતારી ઈદ્રો, જેની વાણી સાંભળતાં આમ ગલૂડિયાંની જેમ બેઠાં હોય!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com