________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૫૯
જ્ઞાન-દર્શનનો જાણવા-દેખવાનો સ્વભાવ છે! એ... જયારે પર્યાયમાં / આ તો ગુણમાં વાત કરી, હવે પર્યાયમાં જ્ઞાન થયું એનો પણ સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે.
આહા..! શું કહ્યું ઈ..? કે આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા–દેખવાવાળું, શક્તિવાળું એ તત્ત્વ છે! આહા... હા! ‘નિયમસાર ’ માં આવ્યું છે.
એ ત્રિકાળી જ્ઞાનદર્શન ને- ત્રિકાળીદ્રવ્યને, જ્ઞાનદર્શન-જાણવા-દેખવાના સ્વભાવવાળું છે. એ જયારે પર્યાયમાં પ્રગટ થાય તસ્વરૂપ! રાગથી ભિન્ન પડી સ્વભાવની દષ્ટિ થઈ ને આત્માનો આશ્રય આવ્યો ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે. મોક્ષના માર્ગની એ જીવનું વ્યાપ્ય નામ કર્મ છે /કાર્ય છે. આ વ્યવહારરત્નત્રય એ જીવનું કાર્ય નહીં. એ... ભાઈ ! આવું છે!! છે એમાં? આહા..! ‘વ્યવહા૨૨ત્નત્રયથી નિશ્ચય થાય.' અરે ! ભગવાન શાસ્ત્રમાં કહ્યું છે ને એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે (અને નિશ્ચય સમજીશ ) તો એ તત્ત્વનો વિરોધ થઈ જશે !
આહા.. હા! ‘આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને,' આ પર્યાયની વાત છે હો! એ ભગવાન ( આત્મદ્રવ્ય ) જ્ઞાયકસ્વરૂપ તો છે! પણ હવે પર્યાયમાં ‘જ્ઞાનસ્વરૂપ થઈને ’ ‘તે કાળે ’ ‘ર્તૃત્વશૂન્ય: લસિત:' થયેલો શોભે છે.’ ‘ જાણવાના ’ પરિણામ જે થયા તે પરિણામ થયો થકો-પરિણામરૂપે થયો થકો એમ. રાગરૂપે થયો થકો નહીં. (પણ..) જ્ઞાનપરિણામરૂપે થયો થકો-થઈને ‘તેકાળે- તત્સમયે ’ એમ. ‘કર્તૃત્વ રહિત થયેલો શોભે છે.' રાગના કાર્યના કર્તા રહિત થઈને જ્ઞાનસ્વરૂપ થઈને શોભે
છે!
બહુ ગાથા સારી આવી છે, ભાઈ..! આહા..! એક કળશમાં કેટલું નાખ્યું છે!! અહા..! એક, એક ગાથા ને...! એક, એક પદને...! એક, એક કળશ!! આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે!!
ભાવાર્થ: જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક' (એટલે કે) દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ. ‘અને કોઈ એક અવસ્થા વિશેષ થાય તે’ વ્યાપકનું વ્યાપ્યકાર્ય કહીએ.
આત્મા જ્ઞાયક! એની દરેક અવસ્થામાં વ્યાપક છે ને તેની જ્ઞાન પર્યાય જ તેનું વ્યાપ્ય છે. અવસ્થાવિશેષ-ઈ એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક ત્રિકાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા (વિશેષ ) ઈ પર્યાય છે-વ્યાપ્ય છે. એ વ્યાપક બધી અવસ્થામાં વ્યાપનારો જ્ઞાનની પર્યાયમાં વ્યાપે છે. સમજાણું કાંઈ...?
આહા...! આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે' આંહી તો દ્રવ્યને સિદ્ધ કરવું છે ને પરથી ભિન્ન ! આહા... હા ! ‘દ્રવ્ય તો વ્યાપક છે' આત્માજ્ઞાયકદ્રવ્ય તો વ્યાપક છે! ‘અને પર્યાય વ્યાપ્ય છે’ –મોક્ષમાર્ગની જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે. કાર્ય છે.
"
આહા... હા! ઈ જ્ઞાયક છે તે કારણ પરમાત્મા છે, દરેક અવસ્થામાં ઈ હોય છે અને અવસ્થાએકસમયનું વિશેષ તે તેનું કાર્ય છે. દ્રવ્ય વ્યાપક છે ને પર્યાય વ્યાપ્ય છે/નિર્મળ પર્યાય વ્યાપ્ય છે ઈ કહેવું છે હો! રાગ એનું વ્યાપ્ય છે ઈ આંહી છે નહીં. ઈ પુદ્ગલમાં જાય છે.
આહાહા ! ‘દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે' આંહી તો... ઈ સિદ્ધ કરવું છે ને...! પરથી ભિન્ન સિદ્ધ કરવું છે ને...! રાગ આદિ પુદ્દગલના ભાવ એનાથી ભિન્ન સિદ્ધ કરવું છે ને એથી આંહી કહે છે કે ‘દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com