________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮
શ્રી પ્રવચન રત્નો-૧ પણ હું નહીં. રાગ છે અને જાણે છે એ રાગ જ્ઞાનમાં આવ્યો નથી. રાગ છે માટે રાગ સંબંધીનું જ્ઞાન થયું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાનું જ્ઞાન પોતાથી પોતાની સત્તામાં પોતા વડે થયું છે, તે જ્ઞાન એક સમયની પર્યાય છે, એટલોય હું નથી. સમજાય છે કાંઈ?
હું તો એક જ્ઞાયક ભાવ છું આહાહાહા! જુઓ આ ભવના અંતની વાત ! પ્રભુ! ચોરાસીના ભવના અવતાર! ... ક્યાંય નરક... ક્યાંય નરક... ક્યાંય નિગોદ! ક્યાંય લીલોતરી! ક્યાંય લસણ ! ક્યાંય બાવળ! ક્યાંય થોર! આહાહા! અવતાર ધારણ કરી કરીને ક્યાં રહ્યો. એના અંત લાવવાનો આ એક ઉપાય છે. જેમાં ભવ કે ભવનો ભાવ નથી. રાગ એ ભવનો ભાવ છે. એ મારા સ્વરૂપમાં નથી.
અત્યારે તો એવી માંડે કે આ દયા કરો દાન કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો, સેવા કરો એ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. અરે પ્રભુ! જે વસ્તુ ઝેર છે.. રાગ છે. એ સ્વરૂપમાં નથી તો એનાથી સ્વરૂપમાં લાભ થાય ? સમજાણું કાંઈ ?
અત્યારે તો દષ્ટિનો મોટો ફેરફાર થઈ ગયો છે. સેવા કરો- દેશ સેવા કરો- એક બીજાને મદદ કરો ભૂખ્યાને અનાજ આપો, તપસ્યાનો પાણી આપો. આહા! આપણાં સાધર્મીઓને મદદ કરો. આહા! પર વસ્તુનો પ્રભુ તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે, તો તું પરનું શું કર ? આહા ! કેમકે તે પર પદાર્થ એની પર્યાયના કાર્ય વગર તો છે નહીં તો એની પર્યાય તું શી રીતે કરીશ? આહાહાહા !
- તારી સામે એ અનંતા દ્રવ્યો ભલે હો પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાયને કરે છે. એ પરને કાંઈ કરી શકે નહીં. એ પરને કાંઈ કરતો નથી. તારું દ્રવ્ય પરને કાંઈ કરતું નથી. પરના દ્રવ્ય ગુણને તો નહીં પર્યાયને કરતું નથી. આહાહાહા !
આવો હું એક જ્ઞાયક તત્ત્વ છું. કાલ આવ્યું હતું તત્ત્વથી ભાષાથી નહિ પણ પરમાર્થથી એને આ વાત અંતરમાં બેસવી જોઈએ તત્ત્વથી!
એક જ્ઞાયક ભાવ ત્રિકાળ તે હું છું. એ દયા–દાનાદિનો રાગ આવ્યો છે એ હું નહીં. એ હું નહીં તો તેનાથી મને લાભ પણ નહીં મારો પ્રભુ મારો સ્વભાવ છે.. એ સ્વભાવના પરિણામ દ્વારા મને લાભ થાય.
આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષ પણે એટલે અગાઉ પહેલાં સામાન્યપણે કહ્યું હતું. કે એક આત્મા એ સિવાય અને રાગથી માંડીને બધાનો ત્યાગ છે એ સામાન્યપણે કહ્યું હતું.... હવે ભેદ પાડીને (કહે છે) સમજાય છે કાંઈ?
પહેલાં સામાન્યપણે કહ્યું હતું એક તરફ આત્મા અને રાગાદિ આખી દુનિયા. રાગ અને વિકલ્પથી માંડીને આખી દુનિયા... બધું; તે તારામાં નથી અને તું એનામાં નથી. સામાન્યપણે આમ પહેલાં કહ્યું હતું. હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે.
સમ્યગ્દષ્ટિ વિશેષપણે.. સ્વ અને પરને જાણે છે. આહીં તો ત્યાં સુધી કહ્યું છે. રાગ છે તેને જાણે છે અને જાણનાર તે હું છું. જે રાગ મારામાં જણાય છે એ હું નહીં.. આહાહાહા ! રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે એમેય નહીં મને મારું જ્ઞાન મારાથી.. સ્વને જાણતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com