________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬
શ્રી પ્રવચન રત્નો-૧ આનંદનો બાદશાહ. અનંત ગુણનો ધણી. એ તો આ એકેન્દ્રિય અને બેઇન્દ્રિયમાં રખડે..!
એવું જેને અંદર ભાન થયું છે કે હું તો ચૈતન્યસ્વરૂપ આનંદ છું... જ્ઞાયક છું. હું તો એક જાણનાર દેખનાર છે. એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા દેખવાની સાથે અવિનાભાવે અનંતાનંત ગુણો સાથે પડ્યા છે. ઝીણી વાત છે, પ્રભુ!
“એવો જે હું એમાં આ જે રાગ થયો એ મારો સ્વભાવ નથી' અંદર જરા દયાનો-દાનનોવ્રતનો-પૂજાનો અને ભક્તિનો ભાવ આવ્યો એ રાગ છે હિંસા-જૂઠ-ચોરી વિષયનો રાગ એ તો તીવ્ર છે એની તો શું વાત કરવી? એ તો ઝેરના પ્યાલા છે. આહા! અહીં તો દયા–દાન-વ્રત-ભક્તિનો રાગ આવ્યો તો સમ્યગ્દષ્ટિ જીવ.... જેને સત્ સ્વરૂપની દષ્ટિ થઈ છે... પૂર્ણાનંદનો નાથ પરમ સ્વભાવ જે પારિણામિક ભાવે સહજ સ્વભાવે જ અનાદિથી છે એ ત્રિકાળ નિરાવરણ છે.. ત્રિકાળ અખંડ છે. એક છે.. અવિનશ્વર છે એવો જે ભગવાન આત્મા એની જ્યાં પ્રતીત થઈને અનુભવ થયો છે એ એમ કહે છે કે આ રાગ છે એ મારો નહીં.
જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પણ મારો નહીં. એમાં હું નહીં. એ હું નહીં એ મારામાં નહીં આહાહા ! આટલી શરતોનું સમ્યગ્દર્શન છે.
દુનિયા.. તો ક્યાં ક્યાં.. બેઠી છે. આગળ છાપામાં આવ્યું છે ને? મોરારજી ગંગામાં નાહ્યા વીસ મિનિટ સ્થિતપ્રજ્ઞ છે' એમ લખ્યું છે, અરે! ભગવાન! બાપુ. સ્થિતપ્રજ્ઞ કોને કહે. જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિતપ્રજ્ઞ કહે છે. આહા!
એ જીવને રાગ જરી દેખવામાં આવે. પોતાની પર્યાયની નબળાઈથી... હવે અહીં કોઈ એમ લઈ લ્ય કે કર્મના વિપાકથી આ રાગ થયો છે, એનાં જડનો ઉદય આવ્યો માટે રાગ થયો છે એમ નથી. જડને તો ચૈતન્ય કદી અડયો પણ નથી. રાગ છે તે જડ કર્મને પણ અડયો નથી. કર્મનો ઉદય છે તે રાગ અહીં થયો તેને અડયો નથી. અહીં તો એમ કહે છે કે ને મને પણ (રાગ) અડયો નથી એવો
એ રાગરૂપભાવ છે.. છે એટલે અસ્તિ છે હું ત્રિકાળી અસ્તિ છું. અને પર્યાયમાં રાગ આવ્યો છે. એ રાગનું અસ્તિત્વ છે. પણ (એ) મારો સ્વભાવ નથી. એ મારું સ્વરૂપ નથી. મારો સ્વભાવ... સ્વ... સ્વ. સ્વ. ભાવ એ નહીં. એ વિભાવ છે વિકાર છે પર છે. મારા સ્વરૂપમાં તેની નાસ્તિ છે. એના સ્વરૂપમાં મારી નાસ્તિ છે.
આવો મારગ છે, બાપુ! લોકો એકાંત કહીને ઉડાવી દે છે. કરો કરો બાપુ! મારગ તો આ છે. ત્રણ લોકના નાથ અનંત તીર્થકરોની ધ્વનિ આ છે અવાજ આ છે.
કહે છે કે ધર્મની જેને દૃષ્ટિ થઈ છે, ધર્મ એટલે? આત્માના અનંત ગુણો એ ધર્મ અને આત્મા એનો ધરનારો ધર્મી. એવા અનંત ગુણોરૂપી ધર્મ એની જેને દૃષ્ટિ થઈ છે. તો પર્યાયમાં પણ અનંત ધર્મ અને અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો. પ્રગટ થયો છે. જેવી રીતે દ્રવ્ય અનંતગુણનું એકરૂપ જેવી રીતે સંખ્યાએ ગુણ અનંતરૂપ એવી એની પ્રતીતિ કરતાં પણ અનંતગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ થયો છે. અનંતનો અનંત અંશ પ્રગટ વ્યક્ત થયો છે; આમ સમ્યગ્દર્શન થતાં થાય છે. આહા ! ત્રણેય એક થાય છે. એટલે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com