________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૮૫ અનુભવ કરીને કરી છે તે અહીંઆ સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહાહા! ટીકાઃ નીચે ગુજરાતી આવી ગયું છે.
પુદ્ગલ કરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું. ૧૯૯ આહા ! આંહી સુધી પહોંચવું! .. ખરેખર રાગ નામનું પુદ્ગલ કર્મ છે.. જડ..
ચારિત્રમોહ.. જડ તેના ઉદયનો વિપાક.. એ કર્મ સત્તામાં પડ્યું છે અજીવપણે પણ એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. આહાહા! ભગવાન અનંતગુણનો નાથ! શુદ્ધરસ! ચૈતન્ય રત્નાકર પ્રભુ! એની પર્યાયમાં કર્મ જડ છે તેના નિમિત્તે... પુરુષાર્થની કમજોરીથી રાગ થાય. પરથી નહીં એ કર્મથી નહીં. કર્મ તો જડ છે.. એને તો આત્મા અડતો પણ નથી; કોઈ દિવસ અડયો પણ નથી. આહા ! ભગવાન આત્મા શરીર, વાણી, કર્મ અને અનંત અનંતકાળમાં કદી અડયો પણ નથી. કેમકે એ ચીજની જે ચીજમાં નાસ્તિ છે એને અડે શી રીતે? આવો જે ભગવાન આત્મા અનંતગુણ રત્નાકર એનું જેને જેવું છે એવું સમ્યક પ્રતીત જ્ઞાન થઈને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને ય બનાવીને સ્વસ્વરૂપને શેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીત થાય છે અને અહીંયા ભવના અંતની પહેલી સીડી સમ્યગ્દર્શન કહે છે. તે વિના ભવનો અંત પ્રભુ નથી આવતો.
બહારની અનેક પ્રકારની ક્રિયાઓ દયા-દાન-વ્રતાદિ-સંસારની તો શું વાત કરવી? એની ઝંઝાળમાં તો એકલો પાપ છે. આખો દિવસ પાપ અને બાયડી છોકરાઓને સાચવવાં એની સાથે રમવું. એ પાપ ! ધર્મ તો ક્યાં છે બાપા? પુણ્યના પણ ઠેકાણા નથી આહા !
અહીં તો કહે છે કે ધર્મી તો એને કહીએ કે જેને આત્માનો પૂર્ણ સ્વભાવ.. એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે. એમને એમ પ્રતીતિ નહીં. જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે, પૂર્ણ આનંદ અને પૂર્ણ શક્તિનો સંગ્રહાલય, શાંત પ્રભુ, એવું જેનું પરમ સત્યસ્વરૂપ છે એવો જેણે અંતરમાં જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત કરીને શાંતિનું વેદન કર્યું છે. એને અહીંયા સમ્યગ્દષ્ટિ કહે છે. એને અહીંઆ ધર્મની પહેલી સીડી ધર્મનું પહેલું પગથિયું કહે છે.
એવો જે જીવ તે ખરેખર રાગ નામનું પુદ્ગલ કર્મ છે તેના ઉદયના વિપાકથી સત્તામાં પડ્યું છે એ નહીં. એનો ઉદય આવતાં એનો પાક થયો ઉદયથી ઉત્પન્ન થયેલો રાગ એટલે નિમિત્તના લક્ષ વશ એ કર્મનો જે ઉદય છે તે નિમિત્ત છે. એના લક્ષે એના વશે. એનાથી નહીં. જે કંઈ રાગ થયો આહાહાહા ! ... છે? ...
- વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગ ભાવ છે... જોયું...? શું કીધું ઈ ? આ તો સિદ્ધાંત છે આ કંઈ વાર્તા નથી. પ્રભુ ! અરે! એણે આ કદી કર્યું નથી. એને પોતાની દયા આવી નથી. અરે! હું ક્યાં રખડું છું? કઈ યોનિમાં ક્યાં હું? મારી કઈ જાત. અને ક્યાં આ રખડવાનાં સ્થાન...! હું એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com