________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૮૧
શું કહ્યું ? જોયું?
‘જાણતો થકો પોતાના સ્વરૂપે છે- એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે. તે ન માનો' શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો' આહાહા ! ‘ જીવ શુદ્ધ છે.'
વિશેષ સમાધાન કરે છે.
...
કારણ કે “મ્િ અપિ દ્રવ્યાન્તર પુરુ દ્રવ્યાતં ન ચાસ્તિા” જુઓ “ કોઈ શેયરૂપ પુદ્દગલ દ્રવ્ય અથવા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય શુદ્ધજીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી. ”
આહાહા! બીજાં છ દ્રવ્યો શુદ્ધ જીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે આવે છે એમ નથી. જીવ સમસ્ત શેયને જાણે છે પણ જ્ઞાન (તો) જ્ઞાનરૂપ છે. આહાહાહા! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ જ્ઞાનરૂપ છે એનું! બધાને જાણે છે પણ એ તો જ્ઞાનનું રૂપ છે. એ તો જીવનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ ? આજ તો ઝીણું બહુ આવ્યું બધું હો! આવું સાંભળવું તો મળે બાપા!
લોકો માને કે ન માને, પણ વસ્તુ સ્થિતિ આ છે. આહા ! પરમ સત્યનો પોકાર પ્રભુનો.. તો.. આ છે આહા!
અહીં તો ત્યાં સુધી (કહે છે) કે રાગના અસ્તિત્વમાં તારું જ્ઞાન ગયું માટે.. અસ્તિત્વ અગ્નિમાં જઈને જાણે છે. (એમ નથી )... તારા જ્ઞાનમાં રહીને તે અગ્નિનું સ્વરૂપ આમ છે એવું જણાય છે તે તારા જ્ઞાનમાં રહીને જણાય છે. પોતાના અસ્તિત્વમાં રહીને જણાય છે. ૫૨નું અસ્તિત્વ તો તેમાં કદી આવતું નથી, પ૨ સંબંધીનું જ્ઞાન... એ પણ ખરેખર પોતાનું જ્ઞાન છે, ૫૨ સંબંધીનું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
પાછળના આ શ્લોકો બહુ ઝીણા છે. ભાષા સાધારણ છે પણ ભાવ ઘણાં... ઉંડા છે.
હવે આમાં ચર્ચા કોની સાથે કરવી? એ આવ્યા હતા ને.. ચંદ્રશેખર... “ ચર્ચા કરીએ ” શ્વેતાંબર... જીવા પ્રતાપનો ભત્રીજો... દીક્ષા લીધી છે શ્વેતાંબરની... કહે “ આપણે ચર્ચા કરીએ ” કહ્યું ભાઈ! અમે તો ચર્ચા કરતાં નથી, બાપુ...! શું કહીએ ? આહા ! “તમે સિંહ છો, તો અમે સિંહના બચ્ચા છીએ. હું સિંહ છું એવું તો મેં કીધું નથી.. એમ એણે એમ કીધું હતું... પછી છેવટે ઉભાં થતાં બોલ્યા કે “ આ ચશ્મા વગર જણાય?”
ચશ્માનું અસ્તિત્વ ભિન્ન છે અને જાણનારનું અસ્તિત્વ ભિન્ન છે... એ ચશ્માથી જાણે છે એમ છે નહીં. એ તો જ્ઞાનના અસ્તિત્વથી જાણે છે જીવા પ્રતાપ, હમણાં ગુજરી ગયા, ક્રોડપતિ શેઠ હતા, આ ભત્રીજાએ દીક્ષા લીધી... લીંબડી આવ્યા હતા. તમે હતા ત્યારે ત્યાં ચર્ચા કરવા આવ્યા હતા. રામવિજયને મોકલ્યા હતા ત્યાં જામનગર ઘણાં માસ પહેલા ચર્ચા... “ લોકોનું અહિત થાય છે કે આ વ્રત-તપ અને ભક્તિથી ધર્મ નથી.. મોટી ગલતી ઊભી થાય છે. ભાઈ! માર્ગ તો આ છે, બાપુ! તમને ખોટું લાગતું હોય તો ન માનો તમે, બાકી વસ્તુ તો આ છે.
બાકી આનાથી વિરુદ્ધ માને છે એ જુઠ્ઠો છે માટે અમારે ચર્ચા કોની સાથે કરવી ? આહાહાહા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com