________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૧૫૮
કરાય...! આહા...!
દષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. હું? દષ્ટિ એવી સૃષ્ટિ !! જ્ઞાયકની દૃષ્ટિ થઈ તેને “જાણવા–દેખવા ને મોક્ષના માર્ગને આનંદના પરિણામ, એ તેનું (આત્માનું) વ્યાપ્ય થાય છે અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગથી જ્ઞાન થયું તે રાગનું કાર્ય નહીં.
ઝીણી વાત છે ભાઈ..! આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ કેવળીના વચનો છે ઈ સંતો જગતને જાહેર કરે છે. આહા. હા! “આવો પ્રબળ વિવેકરૂપે' – ઉદ્દામ્ વિવેક ! ઉદ્દામ્ વિવેક! એમ.
પ્રબળ વિવેક !! “અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે' (એટલે) જ્ઞાન તો સ્વને જાણે-પરને જાણે ઈ “જાણવાનું કાર્ય” પોતાનું પોતાથી થાય, એ બધાને જાણવાનો-ગ્રાસીભૂત-કોળિયો કરી જાય! લોકાલોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગ્યો છે ! નિમિત્તરૂપે !
આહા.. હા! “ગ્રાસીભૂત” – એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકાલોક ભલે એમાં નિમિત્ત હો પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું ( એવો છે) ! કોળિયો નાનો ને મોટું મોટું! એમ જ્ઞાનનો પ્રકાર મોટો ને ય ( લોકાલોક ) તે નાનો, કોળિયા સમાન છે. આહા.. હા !
ભાષા તો સાદી છે પ્રભુ! આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય? આહા ! એને બીજી રીતે કરે તો કાંઈ. આહા... હા! ખરેખર, મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે એ તેનું વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે ઈ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ. ભાઈ? શું કીધું? મુનિ એનો આત્મા કર્તા કહેવો અને મોક્ષમાર્ગના પરિણામ તેનું કાર્ય કહેવું- એ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ, પણ રાગ તેનું કાર્ય છે-વ્યવહાર રત્નત્રયનો રાગ અને આત્માનું કાર્ય છે એમ નથી !
(શ્રોતાઃ) અશુદ્ધનયે તો કહેવાય ને...! (ઉત્તર) હું? અશુદ્ધનયે તો પર્યાયમાં એની થાય છે ઈ અપેક્ષાએ, પણ સ્વભાવદષ્ટિએ અને સ્વભાવમાં નથી” માટે તો એને પરનાં પરિણામ કીધાં. એમ કહેવું છે ને..! એ તસ્વરૂપ નથી એનું! એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાન જ્ઞાયકસ્વરૂપ છે, એ તસ્વરૂપમાં રાગનું કાર્ય ક્યાંથી આવે?
આહા... હા ! ઈ તો બપોરે આવી ગયું હતું ને ચૈતન્યસ્વરૂપ !! ચારે કોરથી જુઓ તો સંતોની વાણીમાં અવિરોધપણું ઊભું થાય છે. પણ ધીરાના કામ છે ભાઈ.! આહા! એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે આવી વાત છે બાપુ.... !
આહા... હા! ભગવાન આત્મા! એ રાગથી ભિન્ન પડેલો ને એકરૂપ ભેદજ્ઞાનમાં એવું જે જ્ઞાન (ક) “જેનો સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી” -જ્ઞાનપ્રકાશના ભારથી અજ્ઞાન-અંધકારને ભેદતો રાગ તે અજ્ઞાન છે તેને તોડતો ભેદતો : pg: પુમાન આ આત્મા ‘જ્ઞાનમૂય' જ્ઞાનસ્વરૂપ થઈને' (અર્થાત ) જ્ઞાયક છે તે જ્ઞાનસ્વરૂપ થઈને'
આહા... હા ! દ્રવ્યસ્વભાવ! ગુણસ્વભાવ! જ્ઞાયકસ્વભાવ ! સર્વજ્ઞસ્વભાવ! જેની શક્તિ જ પોતે... પોતાને ત્રિકાળીને પોતાથી જાણે ને દેખે” એવો એનો સ્વભાવ છે. ત્રિકાળજ્ઞાનદર્શનનો, ત્રિકાળી પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com