________________
૧૭ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
ત * 60 શ્રી કળશ ટીકા કળશ - ૨૧૫ પ્રવચન ક્રમાંક: ૨૩૯ દિનાંક: ૨૩-૨-૭૮
»
05 0.
જા
કળશ ટીકા ૨૧૫ કળશ ફરીને ( લેવામાં આવે છે)
शुद्ध द्रव्यनिरूपणापितंमतस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्। ज्ञानं ज्ञेयमवैति यतु तदयं शुद्धस्वभावोदय:
किंद्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्चयवन्त जनाः।। २३-२१५ ।। “નના: તાત વિ વ્યવન્ત”
“હે! સંસારી જીવો' – આચાર્ય કણા કરીને કહે છે, “હે જીવો! આહા! “જીવવસ્તુ ત્રણકાળ શુદ્ધ સ્વરૂપે છે.” શું કહે છે? ભગવાન આત્મા તો શુદ્ધ સ્વરૂપ જ છે. પરને કરે નહિ દયા દાનના ભાવને કરે એમેય નથી.
પર કરે તો નહીં, દયા દાનના ભાવને કરે એવો નથી એ તો શુદ્ધ જીવવસ્તુ છે, સમસ્ત શયને જાણે છે, એટલે? અંદર રાગ આવે એને સ્પર્શ કર્યા વગર જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. શું કહ્યું સમજાણું? આહા! ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા, એને કોઈ દયા, દાનાદિનો રાગ આવે પણ એથી પરની દયા કરી શકે એ તો પ્રશ્ન છે જ નહીં, આહા! આવી ચીજ છે. પણ એ ભાવ આવ્યો એને જ્ઞાન સ્વભાવ સ્પર્શતો નથી. શું કહ્યું? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્ય જ્યોત ચેતના, એ રાગાદિ અચેતન સ્વભાવને સ્પર્શતો નથી. આહા !
એ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એમ જેના જ્ઞાનમાં જણાયએ આત્માને અંદર રાગ થાય તે રાગને સ્પર્શ કર્યા વગર રાગને જાણે છે. સમજાણું કાંઈ? પરની દયા પાળવી આદિ તો કરી શકતો નથી. કેમ કે પરને અડી શકતો નથી. પણ અંદરમાં રાગ આવે એ પણ શુદ્ધ જીવના સ્વભાવમાં રાગનું અડવું અને ચુંબન કરવું એટલે સ્પર્શવું એ ચૈતન્ય ઘન ભગવાન આત્માની સત્તા જાણવા દેખવાની છે એ જાણવા દેખવામાં જે રાગ આવે એને પણ સ્પશર્યા વિના તે પોતાના ક્ષેત્રમાં – ભાવમાં રહી એને જાણી લ્ય છે. છે? કેમ ભ્રષ્ટ થાય છે. એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? એટલે રાગને જાણતાં એને એમ થઈ જાય છે કે અરે હું રાગ રૂપ થઈ ગયો. અથવા રાગ મારા સ્વરૂપે થઈ ગયો એમ જીવ કેમ ભ્રષ્ટ થાય છે? આહા!
બહુ ઝીણી વાતો છે, બાપુ! જૈન ધર્મ બહુ સૂક્ષ્મ છે. લોકોએ કલ્પનાઓ કરી છે એ બધી બહારની વાતો.
અહીં તો જીવ શુદ્ધ સ્વરૂપ છે એ રાગને જાણતાં રાગને અડતો નથી. એ પર શય છે અને ખરેખર એ રાગ છે તે ચેતનથી ભિન્ન જાત છે માટે અચેતન છે. એ અચેતનને ચેતન અડતો નથી. આહ!
શ્રોતા- “અડે તો શું વાંધો આવે?”
ઉત્તરઃ અડે તો વાંધો એ આવે કે મલિન માને. મિથ્યાષ્ટિ એમ માને. અડે શું? સ્પર્શી શકતો નથી. કેમકે રાગ અને જ્ઞાયક ભાવની વચ્ચે અત્યંત અભાવ છે. રાગ તત્ત્વ એ પર તત્ત્વ છે. મલિન તત્ત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com