________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬
શ્રી પ્રવચન રત્નો-૧ આ આવી વાત છે, ભાઈ ! ચૈતન્યસ્વરૂપી ભગવાન! સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી તાત વચન ભેદ ભ્રમ ભારી શય શક્તિ દુવિધા પ્રકાશી નિજરૂપા પરરૂપા ભાસી
એ રાગ અને શરીર વાણી એ તો પર શેય એને જ્ઞાનમાં પોતામાં રહીને તેને જાણવું એમ કહેવાય વ્યવહારથી. પણ એને અડે છે અથવા એને જાણે છે માટે અશુદ્ધ થઈ ગયું. જ્ઞાન... એ જ્ઞાન બહારમાં વહી ગયું. (એમ નથી) આહાહાહા !
બહારને જાણે છે માટે જ્ઞાન પોતાના સ્થાનથી ભાવથી છૂટીને બહારમાં ગયું. એવો અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે. આહાહા!
શ્રોતા- જ્ઞાન સર્વગત છે ને?
જવાબ- સર્વગત નહીં એ તો વ્યવહારથી કહ્યું છે. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. “અર્થો જ્ઞાનમાં છે” એટલે કે એનું જ્ઞાન છે ત્યાં એવો ત્યાં અર્થ છે.
શ્રોતા – અર્થો જ્ઞાનમાં છે.
જવાબ- અર્થો જ્ઞાનમાં છે એમ કહ્યું હોય તો તે અર્થ સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં છે. એમ કહે છે. અર્થ તો અર્થમાં છે. આહા! પંચાધ્યાયીમાંતો કહ્યું છે કે (જ્ઞાનને) સર્વગત માને તે મિથ્યાભાવ છે. સર્વગત તો સ્વભાવ છે ૪૭ નયમાં કઈ અપેક્ષાએ છે. પોતાને અને પરને સર્વને જાણવાનું સ્વરૂપ છે માટે સર્વગત પણ પરને જાણવું... એક રીતે પરને જાણતાં જ્ઞાન પોતાના અસ્તિત્વમાંથી બહાર ચાલ્યું ગયું છે એમ નથી. એક પ્રદેશ પણ ભિન્ન થઈ શકે નહીં આહા ! પોતાના ઘરમાં રહીને કોઈ ચાલ્યા જતાં લશ્કરને જુએ તો એ લશ્કરમાં આંખ ગઈ નથી અને લશ્કર આંખમાં આવ્યું નથી. ઘરમાં ઊભો ઊભો જુએ કે આ બધું નીકળ્યું છે... વરઘોડો. હાથી.. આહાહાહા !
એમ ભગવાન જ્ઞાન રૂપી છે ને પોતામાં બેઠો છે... એમાં આ બધા પ્રકારો જડના રાગના લશ્કરો નીકળે એ વખતે તેનો તે સંબંધીનો સ્વભાવ તે કાળે એવું જ્ઞાન થવાનો સ્વભાવ પોતાનો પોતાથી છે. એ અશદ્ધતા નથી. પરને જાણું માટે જ્ઞાન બહારમાં વયું ગયું નથી. અંદરમાં પેઠા વગર (જ્ઞાન) આ બધું એ કઈ રીતે જાણે ?
ભાઈ....! આ અગ્નિને જ્ઞાન જાણે છે તે જ્ઞાન શું અગ્નિમાં પેઠું છે? આ અગ્નિ છે એમ જણાય છે કે નહીં? આ ૮૪ની સાલની વાત છે. કેટલા વર્ષ થયા? . ૫૦ વર્ષ થયા. રાણપુરમાં ચોમાસું હતું. બધા માણસો ઘણા આવે.. નામ પ્રસિદ્ધ ખરું ને! અન્યમતિઓ પણ આવે.. દેરાવાસી આવે સાંભળવા. પણ અંદરથી પોતાનો પક્ષ મૂકવો કઠણ પડે. આહા ! વાડામાં જે પક્ષ લઈને એ બેઠા હોય એમાંથી ખસવું એને આકરું પડે.. આહા! અહીં કહે છે.. શય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે એમ અજ્ઞાની માને છે. જેના છૂટવાથી જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com