________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮
શ્રી પ્રવચન રત્નો-૧ શાંતિ- શાંતિ – શાંતિ! ૐ શાંતિ! આહાહા! બેનનું વાંચન વાંચીને તો પાગલ થઈ જવાય એવું છે. દુનિયાના લોકોમાં કોઈ પાગલ થઈ જાય છે એ નહીં. આ તો અંદરના પાગલ.... બીજું કાંઈ સૂઝે નહીં આત્મા. આત્મા.. આત્મા ! આનંદ.! આનંદ..! આનંદ..! શાંતિ. બેને લખ્યું છે ને કે વિભાવથી ભિન્ન તારી ચીજ છે ને! વિભાવ એટલે વિકાર.... વિકાર એટલે પુણ્ય અને પાપના ભાવ, આ બધા વિભાવ અને વિકાર છે, એનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. આહાહાહા !
એ જેવી શક્તિ હતી એવી નિષ્કર્મ અવસ્થારૂપ પરિણમન થયું. જોયું? વનયત્ શબ્દ હતો ને એનો અર્થ પરિણમન કહો – અનુભવ કહો – અવસ્થા કહો અભ્યાસ કહો – બધા એક જ અર્થ
નયત્ – અવસ્થામાં પરિણમન થયું. શું કહ્યું? જેમ ચોસઠપોરી લીંડીપીપરમાં અંદર શક્તિ છે તેને ઘૂંટવાથી બહાર આવે છે. ચોસઠપોરી એટલે પૂર્ણ તીખાશ એ બહાર પ્રગટ થઈ. એમ ભગવાન આત્મામાં એક જડ ચીજ એવી લીંડીપીપરમાં પૂર્ણ તીખાશ ભરી છે ને બહાર પ્રગટ થાય છે તો પછી આ તો ચૈતન્યનો નાથ ભગવાન અંદરમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ચોસઠ પોરી-પૂરો રૂપીયો - ચોસઠ પૈસા – ભર્યો પડ્યો હતો એ પર્યાયમાં – દશામાં –અનુભવમાં આવ્યો.
ત્યાં પૈસામાં ક્યાંય આ સાંભળવા મળે એમ નથી. પૈસાવાળા બધા દુ:ખી છે બિચારા. શાસ્ત્રમાં તો પૈસાવાળાને ભિખારી કહ્યા છે, || ભીખ માગે છે! ભગવાન થઈને ભીખ માગે છે, “ પૈસા લાવો” “પૈસા લાવો” “પૈસા લાવો” “બાયડી લાવો” “છોકરાં લાવો” “આબરૂ લાવો” અરે ! ભિખારી છો તું? અનંત અનંત અંદર શાંતિ અને આનંદ પડ્યા છે. તારી લક્ષ્મી તો અંદર પડી છે. સચ્ચિદાનંદ પ્રભુ, એ લક્ષ્મીનો અંદર ધણી થાય ને! એનો સ્વામી થાને! આહાહા ! સમજમાં આવે છે? આકરી વાત છે. દુનિયાથી વિરુદ્ધ છે. પણ આ તારા આત્માના ઘરની વાત છે તારા આત્માની વાત છે નાથ! પ્રભુ! તું અંદર કોણ છો? આ દેહ તો માટી છે. હાડકાં છે મસાણમાં રાખ થઈને ઉડી જશે. આહાહાહા ! તું ઉડ અને નાશ થાય એવો નથી. તું તો અવિનાશી છો. અનાદિ અનંત છો. “છે” એની ઉત્પત્તિ નહીં, “છે” એનો નાશ નહીં, “છે” એ તો પ્રગટ છે...! આહા! છે?
કેવો છે મોક્ષ? “અક્ષમ્યમ્” આગામી અનંત કાળ પર્યત અવિનશ્વર છે. આહાહા! જેવી વસ્તુ છે. આત્મ તત્ત્વ અનંત આનંદ અવિનશ્વર જેવી મોક્ષ અવસ્થા... પર્યાય થઈ. દશા થઈ હવે એ પણ અવિનશ્વર થઈ કેમકે અવિનશ્વર આત્મા છે. એની દશામાંથી અનંત આનંદ આદિ પૂર્ણ પ્રગટ થયો મોક્ષ.... (તો) પર્યાય (પણ) અવિનશ્વર છે, એ પણ અનંતકાળ રહેશે. આહાહાહા !
મોક્ષ થાય પછી અવતાર ધારણ કરવો પડે. (એમ નથી).. ( શ્રોતા) – ભક્ત ભીડમાં આવે ત્યારે. ભગવાન આવે?
જવાબ - એ વાત બધી ખોટી... ભગવાનને ભીડ શું? પોતાના સ્વરૂપમાં પૂર્ણ આનંદ દશા થઈ ગઈ. એનું જ્ઞાન પણ કરતા નથી. એ જ્ઞાન તો પોતાની પર્યાયનું કરે છે એ અવતાર લે? બાપુ મારગડા જુદા, પ્રભુ! આહા! અત્યારે તો પ્રાણીઓ બિચારા દુઃખી.... એક તો મોંઘવારી.. ગરીબ આધાર-માણસને મળવું મુશ્કેલ પડે. પૈસાવાળાને ઘણું દેખાય.. બેય દુ:ખી. રાંક દુઃખી-શેઠ દુઃખીરાજા દુઃખી – દેવ દુઃખી! સુખી એક સંત કે જેને આત્માનું ભાન થયું. હું તો અનંત આનંદ કરું છું. સચ્ચિદાનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com